આઇટીઆઇ કેશોદ ખાતે તા.૯ ઓક્ટોમ્બરના ભરતી મેળો યોજાશે

આઇટીઆઇ કેશોદ ખાતે તા.૯ ઓક્ટોમ્બરના ભરતી મેળો યોજાશે
આઇટીઆઇ /ધો.૧૨ પાસ યુવાનોને અદાણી પાવરમાં ટેકનીશ્યન તરીકે કામ કરવાની તક
જૂનાગઢ : આઇટીઆઇ કેશોદ ખાતે તા.૯ ઓક્ટબરના ભરતી મેળો યોજવામાં આવશે. જેમાં આઇટીઆઇ ધો.૧૨ પાસ યુવાનોને ટેકનીશ્યન તરીકે કામ કરવાની તક મળી શકશે.
તા. ૯/૧૦/૨૦૨૧ સવારે ૯:૦૦ કલાકે, અદાણી પાવર લી.મુંદ્રા, ખાતે ટેકનીશીયનની પોસ્ટ માટે આઇ.ટી.આઇ અથવા ધો.૧૨ પાસ, ઉંમર-૧૮ થી ૨૮ વર્ષ, આઇ.ટી.આઇ. કેશોદ, માંગરોળ રોડ, મુ.કેશોદ ખાતે ભરતી મેળો યોજાનાર છે.
આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો આપેલ લીંકમાં ભરવાની રહેશે. તેમજ નોકરીદાતા અનુબંધમ પોર્ટલ પર જઇને આ ભરતી મેળામાં સહભાગી થઇ શકશે. વધુમાં નોકરીદાતા દ્વારા આઇ.ટી.આઇ. કેશોદ, માંગરોળ રોડ ઇન્ટરવ્યુ લેવામા આવશે. જેની નોધ લેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. ભરતી મેળાની લીંકઃ- https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7