રાજકોટ માં મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની રેકડીઓ પર ચેકીંગ

રાજકોટ માં મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની રેકડીઓ પર ચેકીંગ.
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ચાલતા ચેકીંગ ડ્રાઇવ અભિયાનમાં નિર્મલા રોડની 3 રેસ્ટોરન્ટમાંથી વાસી દાઝીયુ તેલ સહિતના માલનો નાશ કરવામાં આવ્યો છે. તો ઘી અને માખણના નમુના લેવાનું પણ ચાલુ રાખવામાં આવ્યું છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ (૧) ભેંસનું માખણનું ઘી (લુઝ) ધ્રુવ મિઠાસ ઘી, અક્ષર પ્રોવિઝન સ્ટોર, મવડી મેઇન રોડ અને (૨) શુધ્ધ ઘી (લુઝ), શ્યામ ડેરી ફાર્મ, ગોકુલધામ પાછળ, જલજીત મેઇન રોડ ખાતેથી નમુના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. રૈયા રોડ, નિર્મલા રોડ પર વેંચાણ કરતા કુલ-૨૦ રેકડીધારકોને ત્યાં આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણી દરમિયાન વાસી ચટણી ૫ કિ.ગ્રા. દાજીયુ તેલ 3 કિ.ગ્રા. વાસી સોસ 3 કિ.ગ્રા. નાશ કરીને 3 ફુડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી છે. ફુડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે રૈયા રોડ, નિર્મલા રોડ પર વેંચાણ કરતી રેકડીમાં કુલ-૨૦ ધંધાર્થીને ત્યાં ચકાસણી કરાતા કિસાન રેસ્ટોરન્ટમાંથી 3 કિલો દાઝીયુ તેલ, માધવ ફાસ્ટ ફૂડમાંથી પ કિલો વાસી ચટણી અને અંજલી રેસ્ટોરન્ટમાંથી 3 કિલો વાસી સોસનો નાશ કરાયાનું અધિકારીઓએ કહ્યું હતું. રૈયા રોડના જે ધંધાર્થીને નોટીસ અપાઇ છે. તેમાં સિલ્વર ફેન્સી ઢોસા, જલારામ ફાસ્ટ ફૂડ અને સામુદ્રી ચોરાફળીનો સમાવેશ થાય છે. આ સિવાય પટેલ રેસ્ટોરન્ટ, બાલાજી સેન્ડવીચ, સાગર ઘુઘરા, આલ્ફા ફૂડ ઝોન, સાગર એગ્ઝ, જલીયાણ રેસ્ટોરન્ટ, બીનહરીફ દાબેલી, સેન્ડવીચ શોપ, રોયલ પંજાબી, સામુદ્રી ચોરાફળી એન્ડ લાઇવ ઢોકળા, નિર્મલા રોડ હનુમાન મઢી ચોકના કિસ્મત રેસ્ટોરન્ટ, કિસ્મત ગાંઠીયા જલેબી, દિપ ફાસ્ટ ફૂડ અને ઘનશયામ ફાસ્ટ ફૂડમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આ રીતે હવે શંકાસ્પદ ઘીના ધંધાર્થીઓને ત્યાં પણ દરોડાનો દૌર ચાલુ રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.