નવરાત્રી ના પહેલા દિવસે ડભોઇ ગઢભવાની મંદિરે ભક્તો એ માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા

નવરાત્રી ના પહેલા દિવસે ગઢભવાની મંદિરે ભક્તો એ માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા
ડભોઇ નગરજનો ની શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ ગઢભાવની મંદિર ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી ભક્તોએ મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.સાથે જ ભક્તો એ સવારની આરતીમાં ભાગ લઈ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી હતી. શક્તિ આરાધનાના પર્વ- પ્રથમ નવરાત્રિએ ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌ ભક્તો એ માતાજી ની આરતી નો લાભ લીધો હતો અને આવનાર 9 દિવસ સવાર સાંજ આરતી માં હાજર રહી ખરા અર્થ માં નવરાત્રી ની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવશે.કોરોના કાળ તેમજ સરકાર ની ગાઈડલાઈન મુજબ જાહેર ગરબા નું આયોજન ડભોઇ માં મોકૂફ રાખવામાં આવ્યું છે.પરંતુ સરકારી ગાઈડલાઈન મુજબ શેરી ગરબા કોરોના ની ગાઈડલાઈ મુજબ સોસીયલ ડિસ્ટન્સ તેમજ નિયત સંખ્યા માં કરવા ની છૂટ આપવામાં આવી છે.જે કોરોના ગાઈડલાઈન ના કારણે વર્ષો જૂની પ્રથા શેરી ગરબા નું આયોજન થતા લોકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.અને પોતાના વિસ્તાર માં માતાજી ની સ્થાપના કરી 9 દિવસ ગરબે ગુમવા નગરજનો એ તૈયારી શરૂ કરી દીધી છે.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા