ડભોઇ ખાતે ઉત્તરપ્રદેશ લખીમપુર ઘટના માં મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ યોજી

ડભોઇ ખાતે ભીલીસ્તાન લાયન સેના દ્વારા ઉત્તરપ્રદેશ લખીમપુર ઘટના માં મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ યોજી
ડભોઇ ખાતે આજરોજ ભીલીસ્તાન લાયન સેના દ્વારા ઉત્તર પ્રદેશ ના લખીમપુર ખાતે મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ માં ખેડૂતો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા દરમિયાન તેઓને ગાડી નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી જાનલેવા હુમલો કરતા ખેડૂતો ના મોત નિપજ્યા હતા.જે બાદ સમગ્ર દેશ માં આ ઘટના બાદ લોકો એ ઉત્તરપ્રદેશ ના સરકારી તંત્ર ઉપર ફિટકાર વરસાવ્યો હતો. અને મૃત્યુ પામેલા ખેડૂતો ના સમર્થન માં સરકાર ને આડે હાથ લીધી હતી.જે પૈકી આજરોજ વડોદરા તાલુકા ના ડભોઇ ખાતે ભીલીસ્તાન લાયન સેના દ્વારા મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ કાઢી હતી જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.જે રેલી ડભોઇ મહુળીભાગોળ થી ટાવરબજાર થઈ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી જ્યાં મૃત્યુ પામેલા ખેડૂતો માટે મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.અને દોષી ઓ ને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી હતી.સાથે જ મૃત્યુ પામેલા ખેડૂતો ના પરિવારજનો ને 1 કરોડ સુધી નું વળતર સરકાર આપે તેવી માંગ કરી હતી.આ પ્રસંગે ભીલીસ્તાન લાયન સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મન્સૂરી સંગઠન મંત્રી અજરુદ્દીન મન્સૂરી,ડભોઇ શહેર પ્રમુખ સોયબ મિર્ઝા,અને ઉપપ્રમુખ સૈયદ હુસેન હનીફભાઈ ઉપસ્થિત રહી ઉત્તરપ્રદેશ ના લખીમપુર માં મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા