વેરાવળ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ

વેરાવળ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ
Spread the love

વેરાવળ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરેથોન દોડ યોજાઇ: દોડવીરોએ ચોપાટી ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ ઝાટે મેરેથોન દોડને લીલીઝંડી આપી, દોડમાં સહભાગી થયા

ગીર-સોમનાથ : સમગ્ર રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. ક્લીન ઇન્ડીયા અને ફીટ ઇન્ડીયા અન્વયે જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજવામાં આવી હતી. સાથે જ આ દોડવીરો સફાઈ અભિયાનમાં પણ જોડાયા હતા.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશે ઝાટે આ દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં રમત-ગમત અધિકારી શ્રી વિશાલ જોષી, યુવા વિકાસ અધિકારી શ્રી મકવાણા, સીનીયર કોચ શ્રી કાનજીભાઇ ભાલીયા, વ્યાયામ સંધના પ્રમુખ શ્રી અર્જુંનભાઇ પરમાર જોડાયા હતા. આ દોડ ચોપાટી ખાતેથી પ્રારંભ થઈ, શહેરના મુખ્ય માર્ગો પર ફરી ચોપાટી ખાતે પુર્ણ કરવામાં આવી હતી.
આ મેરેથોન દોડમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાથે સરકરી બોયઝ સ્કુલ, કે. કે. મોરી, સેન્ટ મેરી, ઇન્ડીયન રેયોન અને ક્રિકેટ ક્લબ વેરાવળના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દોડ પુરી થયા બાદ તમામ ભાગ લીધેલ દોડવીરોએ ચોપાટી ખાતે સફાઇ અભિયાન પણ હાથ ધર્યું હતું.
ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની પંતજલી યોગાસન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં તાલુકાના ૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં જિલ્લાની તમામ શાળાઓ, રમત-ગમત કન્વીનર શાળા-સંસ્થાઓ અને તમામ વ્યાયામ શાળાઓના મેદાનો-પરીસરોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી,
વેરાવળ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!