કોડીનાર શહેરમાં નવરાત્રી પર્વની શેરી અને સોસાયટીઓમાં ઉજવણી

કોડીનાર શહેરમાં નવરાત્રી પર્વની શેરી અને સોસાયટીઓમાં ઉજવણી
Spread the love

કોડીનાર શહેરમાં નવરાત્રી પર્વની શેરી અને સોસાયટીઓમાં ઉજવણી

કોડીનાર શહેર આમ તો ઉત્સવપ્રિય અને તહેવારો ભાઈચારા સાથે ઉજવાતી ઉત્સાહી પ્રજા વસવાટ કરે છે. પણ છેલ્લા બે વર્ષથી તો કારમાં કોરોનાકાળએ જે કાળ લીલા આચરી તેમાં લોકોના જીવનમાં નિરુત્સાહ અને નિશાસા સિવાય કાઇ નથી રહ્યુ તેમ લાગે છે. શેરીઓ અને ગલીઓમાં લોકો ગરબી મંડળો તો તૈયાર કરે છે પણ કેવી રીતે કે જાણે લોકો ક્યાય જડતા જ નથી. ઉત્સવ પ્રિય પ્રજાનો ઉત્સાહ ક્યાં ગયો તે ભાળ જ મળતી નથી……!! આ તસવીર સરદાર નગર સોસાયટી ગરબી મંડળની છે જયાં એક સમયે લોકો ખીચોખીચ ભર્યા હોય અને નાની બાળાઓ ઉમંગભેર ગરબે રમવા આવે છે ત્યાં અનેક લોકોનો મેળાવડો થતો હતો…… આજે અહી તસ્વીરમાં હકીકત જોવા મળે છે તેમ ગણ્યા ગાઠ્યા લોકો જ જોવા મળે છે આવી જ પરિસ્થિતિ આજે સમગ્ર કોડીનાર તાલુકા આને શહેરમાં જોવા મળે છે. મહત્વના તમામ ગરબી મંડળો સોસાયટી અને શેરીઓમાં જાણે બાળાઓ વિના ગરબે કેમ રમે તેવી પરિસ્થિતિ થઈ છે. કયાંક કયાંક આછીપાતળી રોનક સાથે ગરબીઓ જોવા મળે છે કોડીનારમાં ઠેર ઠેર……..સરદાર નગર સોસાયટીની આ નિરાશાજનક ગરબીની તસ્વીર કોરોના બાદના તહેવારો તથા વાવાઝોડાની અસર લોકોનાજીવન પર જોવા મળે તે જોઈ શકાય છે. ઠેર ઠેર માતાજીની આરાધના માટે આમ છતાં ગરબી મંડળો આકાર પામ્યા છે.પૂજા આરાધના સાથે શાંતિપૂર્વક તહેવાર ઊજવણી કરવામાં આવે તેવી તકેદારી કોડીનાર પોલીસ દ્વારા પણ રાખવામાં આવી છે. તેના માટે આગોતરા પગલાઓ ભરવામાં આવ્યાં છે. પ્રત્યેક કોમના તહેવારોમાં પોલીસ દ્વારા આ મુજબ જ પગલાઓ લેવામાં આવે છે. આમ, કોડીનાર નવરાત્રીની સર્વે નગરજનોને શુભકાનાઓ.

 

રિપોર્ટ : પારૂલ સોલંકી  કોડીનાર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!