ઘાટવડમાં જશ્ને ઈદે મિલાદ ઉન નબીની શાનદાર ઉજવણી

ઘાટવડમાં જશ્ને ઈદે મિલાદ ઉન નબીની શાનદાર ઉજવણી
Spread the love

ઘાટવડમાં જશ્ને ઈદે મિલાદ ઉન નબીની શાનદાર ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાટવડ માં શાંતિ અને ભાઇચારાના પ્રતીક સમાન અને સમગ્ર માનવજાત માટે આશીર્વાદ રૂપ એવા ઇસ્લામ ધર્મના પેગમ્બર સાહેબ ના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘાંટવડ ગામ માં જાગ્રત શાહ બાબાની દરગાહ ના હુસેની ચોકમાં ઈશાની નમાઝ બાદ મીલાદ શરીફ રાખવામાં આવે છે તેમાં સરકાર સૈયદ હનીફ બાપુ ચિરાજી તથા મોલાના ઇબ્રાહીમ ખાન તેમની મુબારક જબાન થી તકરીર ફરમાવ છે અને મીલાદ શરીફ બાદ આમ ન્યાજ અલગ અલગ કમિટી ઓ દ્વારા ન્યાજ ના પ્રોગ્રામ કરવામાં આવે છે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જશ્ને ઇદે મિલાદુન્નબી નું જુલૂસ કાઢવામાં આવશે મુસ્લિમ સમાજના પ્રમુખ આદમ ભાઈ પટેલ ની આગેવાની હેઠળ બારમી શરીફ ની બાર મીલાદ કરવામાં આવશે અને 19 ઓક્ટોબર મંગળવાર ના રોજ ઈદ મિલાદુનનબ્બી હોવાથી જુલુસ શાંતી અને ભાઈચારાથી હૂસેનીચોક થી લઈને સુન્ની મુસ્લિમ જમાત કબ્રસ્તાન સુધી શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવશે અને જશને ઈદે મિલાદ ઉન નબી નો તહેવાર શાંતિથી અને ભાઈચારાથી ઉજવવા ની અપીલ આદમ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

 

રિપોર્ટ : પારૂલ સોલંકી, 
કોડીનાર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!