વઢવાણા ખાતે આયોજિત વેટલેન્ડ અને રામસરસાઈટ મહોત્સવ અને અકમ આઈકોનીક વીક – ૨૦૨૧ની ઉજવણી

વઢવાણા ખાતે આયોજિત વેટલેન્ડ અને રામસરસાઈટ મહોત્સવ અને અકમ આઈકોનીક વીક – ૨૦૨૧ની ઉજવણી
Spread the love

“ડભોઇ- વઢવાણા ખાતે આયોજિત વેટલેન્ડ અને રામસરસાઈટ મહોત્સવ અને અકમ આઈકોનીક વીક – ૨૦૨૧ની ઉજવણી”

ડભોઇ- દર્ભાવતિ ના વઢવાણા ખાતે વન્ય પ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે ગુજરાત સરકારના ઉદ્દેશ્યથી વન્યપ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આયોજિત ‘વેટલેન્ડ અને રામસરસાઈટ મહોત્સવ અને અકમ આઈકોનીક વીક – ૨૦૨૧’નો કાર્યક્રમ ગર્ભવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.જેમાં દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય એન. જી.ઓ સંસ્થાઓ પણ જોડાયેલી તેમના પ્રતીનીધીઓ દ્વારા દેશ-વિદેશી પક્ષીઓ વિશે ખુબ સુંદર માહિતી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માટે ગૌરવ એવા પક્ષીઓના સ્વર્ગ સમાન ડભોઇ – દર્ભાવતી ના વઢવાણા ખાતે ના તળાવને રામસરસાઈટમાં સ્થાન મળ્યું છે.
વઢવાણા તળાવ એ માત્ર સિંચાઈ કરવા માટેનું તળાવ નથી પરંતુ આ વઢવાણા તળાવ માં સિંચાઇની સાથે સાથે અન્ય દેશ-વિદેશમાંથી પક્ષીઓ વિહાર કરવા માટે પણ આવતા હોય છે. આ આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળવાથી આપણા ડભોઇ- દર્ભાવતિમાં દેશ -વિદેશ માંથી પર્યટકો પણ આવશે . તેઓને રહેવા માટે ગેસ્ટ હાઉસ,ટેન્ટ પણ કરવામાં આવ્યા છે જેથી અન્ય સ્થળોએથી વધુ ને વધુ પર્યટકો આ સ્થળની મુલાકાત લેશે જેથી રોજગારમાં પણ વધારો થશે.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પટેલ વકીલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશ ઠાકોર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વન સંરક્ષણના અધિકારીઓ તેમજ વિવિધ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211009-WA0032.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!