હડાદ ખાતે કરનીસેના દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામા આવી, અંબાજી પોલીસ સ્ટેશન મા પણ પૂજા કરાઈ

ભારત દેશમાં વિવિધ તહેવારો આવતા હોય છે અને આ તહેવારોમાં હિન્દુ સંસ્કૃતિના તહેવારોનો વિશેષ મહત્વ છે. નવરાત્રી બાદ દશેરા વિશેષ મહત્વ છે. 15 ઓક્ટોબરના રોજ દશેરા પર્વ નિમિત્તે અંબાજી નજીક આવેલા હડાદ ગામ ખાતે કરણી સેના દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી જેમાં ગુજરાત શહેર ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડ,
બનાસકાંઠા ઉપાધ્યક્ષ
સંદીપસિંહ રાજપુત,
અંબાજી ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ તોમર અને
અંબાજી શહેર સચિવ દેવેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યા હતા
અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસના હથિયારો અને શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવી હતી બ્રાહ્મણ ની હાજરીમાં આ પૂજા વિધિ કરાઇ હતી જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.