વડીયા જમીન વિકાસ બેંક માં પ્રમુખ તરીકે રવજીભાઈ પાનસુરીયા ની બિન હરીફ વરણી

વડીયા જમીન વિકાસ બેંક માં પ્રમુખ તરીકે તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા ની બિન હરીફ વરણી
ઉપ પ્રમુખ તરીકે કનુભાઈ કથીરિયા ની વરણી
અમરેલી જિલ્લા જમીન વિકાસ બેન્ક ના ચેરમેન અને ધારાસભ્ય વીરજી ઠુંમ્મર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ચૂંટણી
વડિયા
જમીન વિકાસ બેંક વડીયા શાખા મા અમરેલી જિલ્લા જમીન વિકાસ બેંક ના ચેરમેન અને લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને વડીયા જમીન વિકાસ બેંક ની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજવામા આવેલ હતી.જેમા પ્રમુખ તરીકે કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જયારે ઉપપ્રમુખ તરીકે કનુભાઈ કથીરિયા ની બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. આ મીટિંગમા વીરજીભાઈ ઠુંમર,રવજીભાઈ પાનસુરીયા, રવજીભાઈ પાઘડાળ, કનુભાઈ કથીરિયા સહીત સદસ્યો હાજર રહેલ જમીન વિકાસ બેંક નો વિકાસ કરવામા વિરજીભાઇ ઠુંમર નો ખૂબ જ સહકાર મળેલ હોય ત્યારે બેંકમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા તે બદલ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તથા ગુજરાત રાજ્ય વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લાના તેમજ કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનો તેમજ સહકારી આગેવાનો એ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે તેમ કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા ની યાદી માં જણાવેલ છે