જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ની ઉજવણી કરાઇ

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ની ઉજવણી કરાઇ
Spread the love

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ની ઉજવણી કરાઇ

શૈક્ષણિક સંસ્‍થાઓમાં વકતૃત્વ અને નિબંધ સ્‍પર્ધા તથા ગામડાઓમાં નાટક દ્વારા લોકોને નશાબંધીનો સંદેશો અપાયો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત નશાબંધી અને આબકારી ખાતુ, જૂનાગઢ દ્વારા સામાજિક સંસ્‍થાઓના સહયોગથી નશાબંધી સપ્‍તાહની જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્‍લામાં ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્‍લામાં નશાબંધી નીતિ સંબંધિત વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો દ્વારા અફીણ, ભાંગ, ગાંજો, ચરસ, દારૂ, તમાકુ, ગુટખા, પાન-માવા, બીડી, સિગારેટ જેવા નશીલા પદાર્થોના સેવનથી શારીરિક કૌટૂંબિક, સામાજિક આર્થિક અને રાષ્‍ટ્રીય ક્ષેત્રે થતા વ્યાપક નુકશાન અંગે નાગરિકોને અવગત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ દરમિયાન નિયામકશ્રીની કચેરી તરફથી મળેલ માર્ગદર્શન અનુસાર કોવિડ-૧૯ મહામારી અનુસંધાને ભારત સરકારશ્રીની સૂચનાઓનું ચુસ્‍ત પાલન કરીને જૂનાગઢ ગીર સોમનાથ જિલ્‍લાના અતિ પછાત વિસ્‍તારો અને નશાની બદીથી ગ્રસ્‍ત લોકોને વધુમાં વધુ આવરી લઇ માદક પદાર્થોના વ્યસનોથી લાચાર મજબુર અને દયનીય જીવન જીવતા લોકોને માદક પદાર્થોની બદી અને બરબાદીના મુખમાંથી બચાવી તેમને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત તથા સાત્‍વિક જીવન જીવવાની પ્રેરણા આપવાનું કાર્ય નશાબંધી સપ્‍તાહ દરમિયાન બહોળા પ્રમાણમાં કરવામાં આવી છે.

નશાબંધી સપ્‍તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લાની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓમાં વકતૃત્વ અને નિબંધ સ્‍પર્ધા યોજાઇ હતી
અને આ નશાબંધી જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બન્‍ને જિલ્‍લાના ગામાડાઓમાં નાટકનો કાર્યક્રમ યોજી નશાબંધી પ્રચાર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ નશાબંધી અને આબકારી અધિક્ષક બી.પી.જાડેજા એ જણાવ્યું છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!