બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરાયું

બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરાયું
જૂનાગઢ, તા.૧૬ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧,૧/૨ વર્ષની બાળાઓનું પૂજન નોડલ અધિકારીશ્રી જસાણી તથા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી જાદવની ઉપસ્થિતીમાં નવરાત્રી દરમિયાન કરવામાં આવ્યું હતું. તેમજ લાણી વિતરણ કરવામાં આવી હતી. અને જે બાળાઓનું પૂજન કરવામાં આવ્યું તેનાં ઘરે વૃક્ષારોપણ કરી તેમના માતા-પિતાને મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.