સીડીના પ્રથમ પગથીયાથી ઉપલા દાતાર સુધિના ભાગમાં તા. ૧૬ થી ૨૦ ઓકટોબર સુધી વીડીયો-ફોટોગ્રાફીની મનાઇ

સીડીના પ્રથમ પગથીયાથી ઉપલા દાતાર સુધિના ભાગમાં તા. ૧૬ થી ૨૦ ઓકટોબર સુધી વીડીયો-ફોટોગ્રાફીની મનાઇ
જૂનાગઢ તા.૧૬ જૂનાગઢના ઉપલા-નીચલા દાતારની જગ્યામાં ઉર્ષનો તહેવાર તા. ૧૬ થી ૨૦ ઓક્ટોબર સુધી ઉજવવામાં આવનાર છે. આ વર્ષે કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી દાતાર ઉર્ષ મેળો યોજાનાર નથી. પરંતુ ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધી, મહેદી રસમ જેવા કાર્યક્રમ કોવિડ-૧૯ માર્ગદર્શિકાને ધ્યાને રાખી કરવામાં આવનાર છે. ઉર્ષ દરમિયાન કોઇ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ તા.૧૬/૧૦/૨૦૨૧ થી તા.૨૦/૧૦/૨૦૨૧ (બન્ને દિવસ સહિત) સુધી ઉપલા દાતાર ખાતે જવા માટે સીડીના પ્રથમ પગથીયાથી ઉપલા દાતાર સુધીના કોઇપણ ભાગમાં ફોટોગ્રાફી-વીડીયોગ્રાફીની મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.