જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસમાં એકલા નહી સૌને સાથે લઈને ચાલવુ જરૂરી

જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસમાં એકલા નહી સૌને સાથે લઈને ચાલવુ જરૂરી
Spread the love

જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસમાં એકલા નહી સૌને સાથે લઈને ચાલવુ જરૂરી

કલેકટરશ્રી રચિત રાજ

જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢ, તારીખ.૧૬ સત્તા, જવાબદારી, કામનું પ્રેશર આ બધું નોકરીનો એક ભાગ છે પરંતુ એને પોઝિટિવ લેવાથી પોતાને અને આમ જનતાને તેનો ફાયદો થાય છે. આથી બધી બાબતોથી ઉપર ઊઠી જૂનાગઢ જિલ્લાના; સર્વાંગી વિકાસમાં એકલા નહી સૌને સાથે લઈને ચાલવાનું છે તેમ જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે જણાવ્યું હતું.

જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં કલેકટરશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે જિલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીઓ અને કચેરીઓની જુદી-જુદીશાખાઓ વચ્ચે આપસી સંકલન અને ટીમવર્ક હોવું જરૂરી છે. એકલો માણસ, એક કચેરી કે એકલા અધિકારી કશું ના કરી શકે પણ આપણે તમામે સાથે મળીને જૂનાગઢને દરેક ક્ષેત્રે ફર્સ્ટ લાવવું છે અગ્રીમ હરોળમાં મૂકવું છે.

કલેકટરશ્રીએ પ્રજાના પ્રતિનિધિઓ સાંસદ, ધારાસભ્યશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિઓ સહિત તમામ લોકો સાથે આદર સત્કારથી વ્યવહાર કરવા ભારપૂર્વક જણાવી કહ્યું કે માનવીય અભિગમ થી કોઈપણ કામ નિયમોનુસાર કરવાનું છે. પરંતુ આપણું લોકો સાથેનું વર્તન વ્યવહાર આદર સન્માન પૂર્વક થાય તેમાં કોઇ બાંધછોડ કરવાની નથી.

ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયા, શ્રી ભીખાભાઈ જોશી, શ્રી બાબુભાઇ વાજા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેંકના એમડી શ્રી દિનેશભાઈ ખટારીયા ની ઉપસ્થિતિમાં યોજાયેલ ફરિયાદ સમિતિમાં પીજીવીસીએલ, સિંચાઈ, ફોરેસ્ટ, જમીન માપણી, ૧૫માં નાણાપંચના કામો સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ મિત્તલ, ડો. સુનીલ બેરવાલ, અધિક કલેકટરશ્રી એલ. બી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જી. જાડેજા, પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, ડી.બી. વાળા ,ભૂમિ કેશવાલા, સાકરીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!