સિહોર રજવાડી પોશાકમાં તલવાર સાથે દીકરીઓ ગરબે ઘૂમી

સિહોર રજવાડી પોશાકમાં તલવાર સાથે દીકરીઓ ગરબે ઘૂમી
Spread the love

સિહોર રજવાડી પોશાકમાં તલવાર સાથે દીકરીઓ ગરબે ઘૂમી

નવરાત્રીમા ડિસ્કો દાંડીયા ઘુમ મચાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સિહોર સહીત સૌરાષ્ટ્ર ભરમા પ્રાચીન ગરબીઓએ જમાવટ કરી છે.સિહોર ની રાજપૂત સોસાયટીમાં દીકરીઓને અદભુત તલાવર રાસ રમે છે યુવાનોને પણ શરમાવે તેવો તલવાર રાશએ આ દીકરીઓ ગરબા રમે છે.તલવારના જુદા સ્ટેપ્સ પર આ દીકરીઓ તલવાર રાશ લે છે.

આજે નવરાત્રિનું અંતિમ અને નોરતું છે. નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે છે. જે દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને આગવી રીત પ્રસ્તુત થાય છે. ભૂંવા રાસ, હાથતાળી રાસ, રૂમાલ રાસ, તલવાર રાસ વગેરે જેવા ગરબા આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે સિહોર માં જય અંબે યુવક મંડળ રાજપુત સોસાયટી ખાતે રજવાડી પોશાક સાથે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીકરીઓ દ્વારા તલવાર રાસ ગરબા રમીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તલવાર રાશ રમતા દીકરીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમોને નવરાત્રિમાં ગરબા ગાવાનો ખૂબ જ આનંદ આવે છે અને કોરાનાની ત્રીજી લહેરનો જે ડર હતો તે પણ માતાજીએ દૂર કર્યો છે. હમેંશા માટે આવી કોઈ મહામારી ન આવે અને દર વર્ષે આનાથી પણ વધારે હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીના આનંદથી ગરબા ગાઈ શકીએ તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

રીપોર્ટ સતાર મેતર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!