નર્મદા કેનાલ માં પાણી બંધ થતા સોનેથ ગામને પીવાના પાણીનાં વલખાં

નર્મદા કેનાલ માં પાણી બંધ થતા સોનેથ ગામને પીવાના પાણીનાં વલખાં
Spread the love

નર્મદા કેનાલ માં પાણી બંધ થતા સોનેથ ગામને પીવાના પાણીનાં વલખાં

અવાવરું સંપ માં થી પાણી ભરવા મજબૂર મહિલાઓ…..

નર્મદા કેનાલ નું પાણી બંધ, કટાવ થી આવતું પાણી બંધ, અન્ય પાણી નો કોઈ સ્ત્રોત નથી મહિલાઓ.

સરહદી સુઈગામ તાલુકા ના સોનેથ ગામે ગ્રામજનો ને પાણી પુરુ પાડવા માટે નર્મદા કેનાલ ના માધ્યમ દ્રારા પાણી પુરુ પાડવામાં આવતું હતુ, અગાઉ પાણી કટાવ થી આવતું હતુ તેં પણ છેલ્લાં એક વર્ષથી બંધ છે,
આમ નર્મદા કેનાલ મા પાણી બંધ થવાથી અને કટાવ થી પણ પાણી ન આવતું હોવાથી ત્રણ દીવસ થી ગામની મહિલાઓ,શાળાના બાળકો પાણી માટે વલખા મારી રહ્યાં છે,ગામમાં પાણી ન આવવાથી ગામની મહિલાઓ વરસો થી અવાવરું પડેલ સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે,આવા કોઇ દીવસ સાફ સફાઇ ન કરેલ સંપ માંનું પાણી પીવા માટે વાપરતા મલેરિયા જેવા ભયંકર પાણી-જન્ય રોગો ફાટી નીકળવાની દહેશત છે,
તો આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા યોગ્ય કાર્યવાહી કરાવી નર્મદા કેનાલ માં પાણી છોડાવે અથવા કટાવ થી પાણી ચાલુ કરાવે અથવા ટેન્કર દ્રારા પાણી ની વ્યવસ્થા યુદ્ધના ધોરણે ચાલુ કરાવે તેવી ગ્રામજનો ની માંગણી છે.

રિપોર્ટ : ઝાલા જીતેન્દ્રસિંહ
સુઈગામ બનાસકાંઠા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!