સિહોર ખાતે મહાકાળી માતાની વેશભૂષા શોભા યાત્રા નીકળી

સિહોર ખાતે મહાકાળી માતાની વેશભૂષા શોભા યાત્રા નીકળી
સિહોર ખાતે નીકળતી મહાકાળી માતાની વેશભૂષા સાથે શોભાયાત્રામાં માતાજીના ભૂવાઓ દ્વારા મહાકાળીનો વેશ ધારણ કરવામાં આવે છે. તેમની સાથે વીર રક્ષક પણ હોય છે. મહાકાળીની આ વેશભૂષા યાત્રામાં રસ્તામાં આવતા ચાર ચોકમાં ચાચર પુરવાની વિધિ કરવામાં આવે છે.
આ યાત્રા સિહોર શહેરના રાજમાર્ગો પર ફરી સિહોરના સ્મશાનમાં ચાચર પૂરી પૂર્ણ થાય છે. ચાચર પુરવાની વિધિમાં વેશ ધારણ કરનાર ભૂવાઓ પોતે ધૂણીને પોતાના જીભ પર તલવાર વડે વાઢ પણ આપે છે. આ વેશભૂષા યાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું.
રીપોર્ટ સતાર મેતર