રાજકોટ માં આજીડેમના P.I ચાવડા અને મહિલા P.S.I વાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગણી

રાજકોટ માં આજીડેમના P.I ચાવડા અને મહિલા P.S.I વાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગણી.
રાજકોટ માં ગત તારીખ ૩/૧૦/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરની કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા ની સનદ ધરાવતા મહિલા વકીલ ભૂમિબેન ને પોતાના અસિલે લગ્નની લાલચ આપી બળાત્કાર ના ભોગ બનેલ હોય આવા ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ પોલીસ ના નોંધતી હોય અને જે બાબતે રજૂઆત કરવા મહિલા વકીલ ભૂમિકાબેન આજીડેમ પોલીસ સ્ટેશનના P.I વિજય ચાવડા પાસે ગયેલ હોય ત્યારે P.I વિજય ચાવડા એ ખરાબવર્તન કરી. P.S.I એમ.ડી.વાળા એ ધક્કો મારી P.I એ મહિલા વકીલ ને ગાળો આપી. P.S.I વાળા તથા અન્ય એક પોલીસ કર્મી ભેગા થઈ મહિલા વકીલ ભૂકાબેન ને CCTV વગરના રૂમમાં લઈ જઈ વાળ પકડી દિવાલમાં માથું પછાડી અને માર મારેલ અને પોતાની સતાનો દુરુપયોગ કરી અને પોતાની ફરજ બજાવવા ગયેલ વકીલ પર ફરજ રૂકાવટ નો ગુનો દાખલ કરેલ હતો. મહિલા અરજદારના આક્ષેપો પ્રમાણે ૩૭૬ જેવા ગંભીર ગુનામાં તપાસ કરવામાં બેદરકારી રાખી. F.R.I ના લઈ ફરજ માં બેદરકારી રાખવા બદલ તાત્કાલિક અસરથી આજીડેમ પોલીસ સ્ટેશનના P.I અને મહિલા P.S.I વાળા ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવા સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસીએસન એ રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રી ગુજરાત રાજ્ય સમક્ષ માંગ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે મહિલા વકીલે પણ આ મામલે કોર્ટમાં આજીડેમ P.I ચાવડા તથા P.S.I વાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોય જેની તપાસ હાલ ચાલુ છે. સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએસનના ફાઉન્ડર મૂળવંતસિંહ રાઠોડ કો-ફાઉન્ડર જીતેન્દ્ર પારેખ, ચંદ્રસિંહ પરમાર, ચેરમેન શિવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભરતભાઇ સોમાંણી, રાજેશભાઈ ચાવડા, ગૌતમ ચાવડા, ચંદ્રસિંહ તલાટીયા મહેંદ્ર ભાલ, જયરાજસિંહ જાડેજા, વિવેક ધનેશા ,અશોક ચાંદપા. વિશાલ સોલંકી, હિંતેન્દ્ર સોલંકી, રવિભાઈ પરમાર, અનિલભાઈ પણસારા, સત્યદેવસિંહ જાડેજા, નિખિલભાઈ ભટ્ટ, આર.ડી.જાડેજા, ફારૂક ખોરજિયા, જયદીપસિંહ જાડેજા, દીગુભા ઝાલા, સહદેવસિંહ જાડેજા, હનીફભાઈ કટાંરીયા, શક્તિસિંહ ગોહિલ, મેઘરાજસિંહ ચુડાસમા, ફારૂક ખોરજિયા, એજાજ જુનાય, જગદીશ ચોટલીયા, કે.બી.ગઢવી, નિર્મળભાઈ બોરિચા તથા સિનિયર વકીલો આર.ડી.ઝાલા અશ્વિનભાઈ ગોસાઇ, પી.ટી.જાડેજા. એસ.બી.ગોહિલ, નંદકિશોર ત્રિવેદી, ધર્મીસ્ડાબ જાડેજા વગેરે તથા સિનિયર-જુનિયર વકીલો દ્વારા માંગ કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.