મોરબી એઆરટી સેન્ટર ખાતે એચઆઈવી બહેનોને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવ્યા

મોરબી :- જનરલ હોસ્પિટલ ખાતે એઆરટીસેન્ટર ખાતે શરદ પૂનમ નિમિતે પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વી ,બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવ્યા હતા.
જનરલ હોસ્પિટલના એઆરટીસેન્ટર ખાતે જીએસએનપી+ અંતર્ગત કાર્યરત સ્વેત્ના પ્રોજેક્ટ દ્વારા મુખ્ય દાતા જગદિશભાઈ તુલશિયાણીના ધર્મપત્નીના સહયોગથી પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વીની 24 બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું સંચાલન સિવીલ હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો પી. કે. દુધરેજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ફિલ્ડ-કો ઓડિનેટર રાજેશ ભાઈ લાલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં
એઆરટી મેડિકલ ઓફિસર ડો. દિપ્તી તુલશિયાણી, એઆરટી કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, અનમોલ ટીઆઈ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી