ટંકારાની લતીપર ચોકડીએ પાણીનો ટાંકો ઓવરબ્રિજ પર લટકી ગયો, લોકોના જીવ પડીકે બંધાયા

ટંકારાની લતીપર ચોકડી પાસે બની રહેલ ઓવરબ્રિજ પર એક પાણીનો ટાંકો લટકી ગયો હતો અને પાણીનો ટાંકો લટકી જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા લતીપર ચોકડી પાસે ઓવરબ્રિજ પર પાણીનો ટાંકો લટકી ગયો હતો અને બે કલાક સુધી પાણીનો ટાંકો લટકતી સ્થિતિમાં રહેતા નીચે વાહનો પડ્યા હોય
જેથી જો પાણીનો ટાંકો પડે તો કેટલાક વાહનોમાં નુકશાન તેમજ જાનહાનીનો ભય તોળાઈ રહ્યો હતો જોકે સદનસીબે જાનહાની ટળી હતી અને કોઈ અકસ્માત સર્જાયો નથી પાણીનો ટાંકો ઓવરબ્રિજની પાળી પર લટકી રહ્યો હતો પરંતુ નીચે પડ્યો ના હોય જેથી મોટી દુર્ઘટના ટળી હતી
રીપોર્ટ :- જનક રાજા, મોરબી