ટિમ ગબ્બર દ્વારા વરાછામાં સરકારી (ગ્રાન્ટેડ)ત્રણેય ફેકલ્ટીની કોલેજ ફાળવવા રજુઆત

ટિમ ગબ્બર દ્વારા વરાછામાં સરકારી (ગ્રાન્ટેડ)ત્રણેય ફેકલ્ટીની કોલેજ ફાળવવા રજુઆત.
ટિમ ગબ્બર દ્વારા ૨૫ લાખની વસ્તી ધરાવતા વરાછામાં સરકારી (ગ્રાન્ટેડ)ત્રણેય ફેકલ્ટીની કોલેજ ફાળવવા રજુઆત. વિસાવદર તા.ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા રાજ્યપાલ શ્રી,શિક્ષણ મંત્રી,મુખ્ય પ્રધાન શ્રી. સાંસદ વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,વરાછા વિસ્તારમાં ૨૫ લાખની વસ્તી હોવા છતાં પણ એક પણ સરકારી કોલેજ ફાળવવા માટે પ્રયાસ થયેલ નથી અને લોકોના બંધારણીય અધિકાર અન્વયે શિક્ષા મેળવવી અને શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવી સરકારની જવાબદારી છે પણ,વર્ષોથી વરાછાની જનતા દર વર્ષે લાખો રૃપિયાનો શિક્ષણકર રૂપે ટેક્ષ ભરે છે જેવાકે,મિલ્કત વેરા,ઈન્કમ ટેક્ષ,જી એસ ટી,આમ છતાં બંધારણના આર્ટીકલ મુજબ શિક્ષાને મૂળભૂત અધિકાર આપેલ છે અને સુરતમાં મિલ્કત વેરાના ૨૦ ટકા શિક્ષણ ઉપકર ભરે છે.અને સ્થાનિક બાળકોને સરકારી કોલેજ ફાળવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને વાયદા જ આપવામાં આવે છે જેથી હાલમાં આવેલ નવા મંત્રી મંડળ દ્વારા વરાછાને સાયન્સ કોલેજ,કોમર્સ,આર્ટસ કોલેજ પણ નવા વર્ષે ત્રણે ફેકલ્ટીની સરકારી કોલેજની ફાળવણી કરી કરાવી અને જે અત્યાર સુધી અન્યાય થયો છે તેને બદલે નવી પહેલ સરકાર કરે તો ઉચિત ગણાશે. નહિતર બીજી તરફ લોકોના મિલ્કત વેરામાં પણ કોઈ ઘટાડો નથી કરેલ આમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી વરાછાને સરકારી કોલેજ આગામી વર્ષે આપી શકે છે અને સાયન્સ,કોમર્સ અને આર્ટસ કોલેજ ફાળવવા માટે અમારી વિશેષ રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે ટીમ ગબ્બરની માંગણી અને લાગણી અને રજુવાત છે આ બાબતે સુરતના તમામ ધારાસભ્યો,કોર્પોરેટરશ્રી,અને ટીમ ગબ્બરના સભ્યો પણ અગાઉ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે જેથી ૨૫ લાખની વસ્તી ધરાવતા વરાછાને કાયમી ધોરણે અન્યાય થયો છે જેથી ટીમ ગબ્બરની રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા ટિમ ગબ્બરે માંગણી કરેલ છે
રિપોર્ટ : હરેશ મહેતા
વિસાવદર