સુ તમે માનો છો આપણા બાળકો આપણું અને દેશનુ ઉજ્જવલ ભવિષ્ય છે ?

સુ તમે માનો છો આપણા બાળકો આપણું અને દેશનુ ઉજ્જવલ ભવિષ્ય છે ?
Spread the love

આપણે વિશ્વગુરુ બનવાની મોટી મોટી ડીંગ મારિએ છીએ. પણ વાસ્તવિકતા કડવી અને ચોંકાવનારી છે. માત્ર આપણા ભારતની જ વાત કરીએ તો આપણે ત્યા 80 કરોડ ભારતીયો 5 કિલો ઘઉ ચોખા અને 1કિલો દાળ લેવા કલાકો સુધી સસ્તા અનાજની દુકાનોમા લાઈનમા ઉભી રહે છે. કેમ કે આ લોકોને અનાજની સખત જરૂર છે. આ લોકો મજબુર છે.આ લોકો ભૂખ્યા છે માટે અનાજ લેવા કલાકો સુધી લાઈનમા ઉભા રહે છે. આ સરકારે જાહેર કરેલો આંકડો છે. આપણા માટે શરમની વાત છે એ છે કે આઝાદીના 74 વરસ પછી પણ આપણે તમામ બધા ભારતીયો માટે પૂરતા ભોજનની વ્યવસ્થા કરી શક્યા નથી. તમામને બે ટક ભોજન પૂરું પાડી શકતા નથી તેથી જ હજુ પણ 80 કરોડ ભારતીયો અનાજ લેવા તાપ તડકા વરસાદમા સઆબડે છે.આપણે સૌ પ્રથમ આ 80 કરોડ ભારતીયોને આ દલદલમાંથી બહાર કાઢવાની તાતી જરૂર છે..
ભૂખમરા બાબતે આપણે 101 માં નંબર પર છીએ. એવું જાહેર થતા આપણે વિરોધ કરવા મડી પડ્યા પણ કોઈએ પણ વાસ્તવિક હાલત પરિસ્થિતિ જાણવાની તકલીફ લીધી? ઝારખંડ અને છત્રીસગઢની પ્રજાની હાલત જોઈ લેવી. આજે પણ 22 કરોડ ભારતીયોને એક જ સમય ભોજન મળે છે બીજા સમયનુ ભોજન એમના નસીબમા નથી. આપણે ચોખ્ખા ઘીની નદીઓ વહેવડાવવામાંથી અને ધાર્મિક સ્થાનોને સોનાથી મઢવામાથી ઉંચા આવતા નથી ને જરૂરમદ ભૂખને કારણે રિબાઈ રિબાઈને મરણ પામે છે.
બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેઓ કુપોષણને કારણે 5 વરસ પહેલાં જ મરણ પામે છે. આપણે ત્યા દર 5 બાળકોમાંથી એક નવજાત બાળક કુપોષણનો શિકાર બને છે. આવા બાળકોમા લાલ કણોની ઉણપ ઉડીને આંખે વળગે છે.
આપણે ત્યા મહિલાઓ સગર્ભા હોય ત્યારે પહેલા મહીનાથી 9 મા મહિના સુધી પૌષ્ટિક આહાર જરૂરી દવા મળતી નથી. તેથી નવજાત બાળક માયકાંગલું જન્મે છે પેદા થતા જ કુપોષનથી પીડાઈ છે. એમા 5 વરસની પહેલા મરણ પામતા બાળકોનો વધતો જતો દર ચિંતા ઉપજાવે છે.
સરકારે સૌ પ્રથમ સગર્ભા મહિલાઓની કાળજી લેવાની જરૂર છે. નવેનવ મહિના સગર્ભા મહિલાઓને યોગ્ય પૌષ્ટિક ખોરાક જરૂરી દવાઓ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બાળકોને યોગ્ય માત્રામા ચોખ્ખું ઘી સુખડી શિરો મળે એમ કરવું જોઈએ ડિલિવરી વખતે ઓક્સિજનના અભાવે બાળકો મૃત્યુ પામે છે ત્યા હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવાને બદલે સરકાર બાળકોને રસી આપવા ઉતાવળી બની છે. બાળકોને પહેલા સુ જરુરી છે. પૌષ્ટિક આહાર દવાદારૂ કે રસી ? ઓક્સિજન કે રસી? કોરોનામા ઉપરવાળાની દુવાથી મોટી સંખ્યામા બાળકો શિકાર બન્યા નથી. તો પહેલા રસી આપવાની કે બાળકોમા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ? બાળકો પહેલાં જીવે એ મહત્વનું છે કે રસી ? .
બાળકો આપણા દેશનુ ઉજ્જવળ ભવિષ્ય છે જો બાલ ગોપા તંદુરસ્ત હશે તો જ દેશ મજબુત બનશે બાળકો ખડતલ અને જોશીલા હશે તો જ દેશ પ્રગતિ અને વિકાસ સાધી શકશે.
જો આવુને આવું ચાલ્યું તો આપણું ભવિષ્ય ચોક્કસ અંધકાર મય બની જશે.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!