ડભોઇ માં કોરોના વોરીયર્સ નું સન્માન કરવામાં આવ્યું

ડભોઇ માં  કોરોના વોરીયર્સ નું સન્માન કરવામાં આવ્યું
Spread the love

તા 20/10/2021ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે ડભોઇ લાયન્સ ક્લબ , ડભોઇ ભારતીય કિશાન વિકાસ સંઘ ઘ્વારા અને બુલ બેલ એકેડેમી ઘ્વારા મા શક્તિ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બુલ બેલ એકેડેમી અને ડભોઇ ભારતીય કિસાન સંઘ ડભોઈ તાલુકાના ઘ્વારા કોવિડ -19 ના કપરા સમય માં અથાગ સેવા કરનાર કોરોના વોરિયર ને દર્ભાવતી ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મેહતા (સોટ્ટા) ઘ્વારા મુમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા . ડભોઇ ગામ ના દાતાઓ અને ડભોઇ લાયન્સ ક્લબ ઘ્વારા વર્ષ 2018 માં માનનીય દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મેહતા (સોટ્ટા ) ના હસ્તે મોક્ષ વાહિની નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોવિડ -19 ની મહામારી માં લાયન્સ ક્લબ ના સભ્યો લાયન્સ ભાવેશભાઈ શાહ અને લાયન્સ બિરેનભાઈ શાહ ઘ્વારા કોરોના કાળ દરમિયાન અમૂલ્ય સેવા કરવામાં આવી હતી , આવા કપરી પરિસ્થિતિમાં જરૂર પડે, ત્યારે પોતે મોક્ષ વાહિની ચલાવી અનેક કુટુંબો ને અંતિમ વિધિ પૂર્ણ કરવા જીવ-જોખમ નિસ્વાર્થ સેવા પુરી પાડી હતી.કોરોના કાળ માં જીવ ના જોખમે સમાજ સેવા નું કામ કરનારા કોરોના વોરિયરો ને તેઓના કામ ને બિરદાવી ડભોઇ ના ધારાસભ્ય ના હસ્તે મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

IMG-20211022-WA0017.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!