કંકાણાં ગામે ભવ્ય સંતવાણી તથા રામદેવજી મહારાજ પાટોત્સવ ઉજવવાયો

કંકાણાં ગામે ભવ્ય સંતવાણી તથા રામદેવજી મહારાજ પાટોત્સવ ઉજવવાયો
કંકાણાં કોળી સમાજ તથા શિવ પદયાત્રા સંઘ-કંકાણાં દ્વારા ભવ્ય સંતવાણી તથા રામદેવજી મહારાજ પાટોત્સવ ઉજવવામાં આવેલ
માંગરોળ તાલુકા ના કંકાણાં ગામના શિવ પદયાત્રા સંઘ દ્વારા કંકાણાં થી રણુજા(રાજસ્થાન) 2014 થી 2021 સુધી માં અલગ અલગ પગપાળા યાત્રાઓ કરવામાં આવેલ હોઈ જેમાં કંકાણાં થી રણુજાયાત્રા-4 ,કંકાણાં થી સોમનાથ-3,કંકાણાં થઈ દ્વારકા-10 એ રીતે યાત્રાઓ કરેલ છે જેમાં આ વર્ષે કંકાણાં થી રણુજા(રાજસ્થાન) યાત્રા માં 22 પદયાત્રીઓ જોડાયા હતા તે તમામ ભક્તજનો નું સન્માન સમારોહ તેમજ રામદેવપીર નો પાટોત્સવ-સંતવાણી રાખવામાં આવેલ હતી.જેમાં સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ભજનિક પરસોત્તમ પરિબાપુ એ ભજન ની રમઝટ બોલાવેલ અને ભક્તજનો મોજ કરાવેલ અને આ સંતવાણી જે ભક્તજનો દ્વારા રૂપિયા નો વરસાદ વરસાવવામાં આવેલ તે તમામ રકમ કંકાણાં કોળી સમાજ ના નિર્માણ માટે આપવામાં આવેલ છે અને અંદાજીત રકમ 150000 જેવડી રકમ સમાજ ને અર્પણ કરવામાં આવી હતી.અને આ સંતવાણી માં આજુબાજુ વિસ્તાર સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલા હતા.
આ સન્માન સમારોહ તેમજ સંતવાણી ના પ્રસંગ ને સફળ બનાવવા માં યાત્રા સંઘ ના સંચાલક શ્રી પોલાભાઈ બી.કામરીયા ,કમલેશભાઈ ડાકી(દ્વારિકાધીશ લેબોરેટરી-કેશોદ),કરશનભાઈ કામરીયા-પ્રમુખ:-કંકાણાં કોળી સમાજ, રામદેભાઈ મજેઠીયા ગામ ના સમાજ ના આગેવાનો અને મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ:-શોભના બાલસ -કેશોદ