વંથલી તાલુકાના વસપડા ગામે પરપ્રાંતીય મજુર ના બાળક ને દિપડા એ ફાડી ખાતા મોત

વંથલી તાલુકાના વસપડા ગામે પરપ્રાંતીય મજુર ના બાળક ને દિપડા એ ફાડી ખાતા મોત
Spread the love

વંથલી તાલુકાના વસપડા ગામે પરપ્રાંતીય મજુર ના બાળક ને દિપડા એ ફાડી ખાતા મોત

વંથલી તાલુકાના વસપડા ગામે દિપકભાઈ ની વાડીએ લીમખેડા તાલુકાના પાતા ગામના આશરે પરપ્રાંતીય 10 પરપ્રાંતીય લોકો મજૂરી માટે રોકાયેલ છે ત્યારે ગઈ રાત્રીના 10 કલાકની આસપાસ આ પરીવારના સભ્યો ઓરડીમાં સુતા હતા ત્યારે 5 વર્ષના યોગેશ નામના બાળક પર દીપડાએ હુમલો કરતા ઘરના બીજા સભ્યોએ બુમાબુમ કરતા દીપડો બાળકને ઉઠાવી ગયો હતો આ બનાવથી હેબતાઈ ગયેલ પરિવારે ગામના સરપંચ ને જાણ કરતા તેઓ તથા ગામલોકોએ તેમજ વનવિભાગ ના કર્મચારીઓએ શોધખોળ કરતા બાજુની સીમમાં બાળકની લાશ જોવા મળી હતી આ ઘટનાની જાણ થતા વંથલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી વંથલી સી. એચ. સી. ખાતે પોસ્ટમાર્ટમ માટે તજવીજ હાથ ધરી હતી. વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સીમ વિસ્તાર માં વન્ય પ્રાણીઓના હુમલા ના બનાવ અવારનવાર બનતા હોય આ અંગે વનવિભાગ દ્વારા યોગ્ય કરવા આ વિસ્તારોના લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

રિપોર્ટ : રહીમ કરવાત
વથલી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!