પ્રકાશ ના પર્વ દિપાવલી ને માનવ રૂપી દીવડાઓ બની ને એક બીજા ને પ્રકાશિત કરીએ

પ્રકાશ ના પર્વ દિપાવલી ને માનવ રૂપી દીવડાઓ બની ને એક બીજા ને પ્રકાશિત કરીએ
Spread the love

પ્રકાશ ના પર્વ દિપાવલી ને માનવ રૂપી દીવડાઓ બની ને એક બીજા ને પ્રકાશિત કરીએ

લાકડીયા યુવા ગ્રુપ તેમજ વસુંધરા ટ્રસ્ટ દવારા વંચીત પછાત વીચરતી સમુદાય સાથે દીપાવલી ની ઉજવણી કરી ને યુવા વર્ગ ને જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી ને એક દેશ ના નાગરિક રાષ્ટ્ર ના સેવક બનીએ

લાકડીયા મધ્યે લાકડીયા યુવા ગ્રુપ તેમજ વશુંધરા ટ્રસ્ટ દવારા વંચિત પછાત વીચરતી સમુદાય સાથે દીપાવલી ની ઉજવણી કરેલ હતી
જેમાં વીચરતી પછાત સમુદાય માં શિક્ષણ આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંવાદ કરી ને પરિવારીક માહોલ ઉભો કરી
એક બીજા ને માનવ રાષ્ટ્ર દેશ ના નાગરિકો ભાઈઓ બની ને હર્ષ સાથે ઉજવણી કરી હતી
દેશ નું એક વર્ગ મજદુરી કરી ને રોજ નું કરી ને રોજ ખાતું હોય છે ત્યારે
આ વર્ગ ને જ્યારે ખુશી નું પ્રસંગ હોય ત્યારે દિન દહાડી ના મંજૂરી ના પૈસા છેલ્લા દિવસે અપાતા હોય છે
જેમાં આ મજૂર વર્ગ ક્યાંય ખુશી ના ક્ષણ પલ થી વંચિત રહી જતો હોય છે
ત્યારે લાકડીયા ના યુવા ગ્રુપ દવારા
આ પરિવારો સાથે પ્રસંગ ને ઊજવ્યો હતો મીઠાઈઓ ફટાકડા સૌ સાથે મળી ને ફોડી ને બાળકો વડીલો માતાઓ ને ખુશીઓ આપી સાથે વિચારો નું આપ પે કરી ને આગામી દીપાવલી માં આ જ વર્ગ માંથી કોઈક સારું શિક્ષણ મેળવી ને આ સ્થિતિ માંથી બહાર લાવે તેવા સંકલ્પ કરે અને નવા ભારત ના નિર્માણ માં યુવાઓ સાથે મળી ને મિત્રતા કરી ને એક ભારત બનાવીએ તે પ્રયાસો ને સાર્થકતા તરફ આગળ વધે
જેમાં આર.ડી.એ.એમ.ગુજરાત પ્રદેશ અગ્રણી યુવા નેતૃત્વ નીલ વિઝોડા ,રાશુંભા સોઢા,દીક્ષિત સોની,ભરત ભાઈ રબારી,જય સોની,અજિતસિંહ જાડેજા,ઈશ્વર સુથાર સૌ કર્તવ્ય નિષ્ટ ભારત વર્ષ ના યુવાઓ દવારા
આ પછાત તબક્કા ના બાળકો માતાઓ બહેનો વડીલો
સાથે ખુશીયો મનાવી ને દેશ રાષ્ટ્ર ને સંદેશ પાઠવેલ કે સર્વે મળી ને સુખ દુઃખ માં સહભાગી બનીએ
કોઈ દેશ માં અરાજગતા ન રહે
સૌ એક દિવા બની ને એક બીજા ને પ્રકાશિત કરી ને જીવન માં આગળ વધીએ.
આ કાર્ય માં વસુંધરા ટ્રસ્ટ,દીક્ષિત ભાઈ સોની,રાશુભા સોઢા, નીલ વિઝોડા દવારા ફટાકડા મીઠાઈ નું વિતરણ કરી ને તેમની સાથે જ દીપાવલી મનાવી હતી
જ્યારે આપણા પાડોશી ખુશીયો થી વંચીત રહે ને આપણે હર્ષોઉલાસ કરીયે તે ખરા અર્થ માં સ્વાર્થ ની વૃત્તિ થી પરે ઉપર ઉઠી ને
આ પ્રયાસ થકી અન્ય ભારત વર્ષ ના યુવાઓ પ્રેણા લઈ ને દરેક ગામડાઓ માં એક બીજા સાથે હળીમળી ને રહે તેવા ઉદ્દેશ્ય ને સાર્થક કરેલ હતું
જેમાં યુવા નેતૃત્વ નીલ વિઝોડા,રાસુભા સોઢા,દીક્ષિત સોની,ઈશ્વર ભાઈ સુથાર,ભરત રબારી,જય સોની,અજિતસિંહ જાડેજા તેમજ વંચિત પછાત વર્ગ ના સર્વે લોકો જોડાયા હતા ને આનંદ સાથે દિવા બની ને જે પણ આવડત સારું કૌશલ્ય હોય વિચારો હોય એક બીજા ને પ્રકાશિત કરી ને માનવતાં ને મેહકાવીએ ઉજાસ ફેલાવીએ..તેવું નીલ વિઝોડા દવારા જણાવ્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!