જૂનાગઢ જિલ્લાની નગરપાલિકા, મહાનગરપાલિકાના પ્રજાલક્ષી કામોની સમીક્ષા કરતા શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઇ મોરડિયા

જૂનાગઢ જિલ્લાની નગરપાલિકા, મહાનગરપાલિકાના પ્રજાલક્ષી કામોની સમીક્ષા કરતા શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઇ મોરડિયા
૧૦૦ દિવસ એક્શન પ્લાન હેઠળ વિવિધ વિકાસલક્ષી, પ્રજાલક્ષી કામગીરી અંગે અધિકારી, પદાધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રીશ્રી
વરસાદને કારણે નુકસાન થયેલ રસ્તા, શહેરમાં રખડતા ઢોરની સમસ્યા, પાણી વિતરણ વ્યવસ્થા જેવા મુદે સમીક્ષા બેઠક યોજાઇ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની નગરપાલિકા-મહાનગરપાલિકાના પ્રજાલક્ષી કામોની સમીક્ષા બેઠક આજ રોજ શહેર વિકાસ મંત્રીશ્રી વિનોદભાઇ મોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લાની નગરપાલિકા, મહાનગરપાલિકાના પ્રજાલક્ષી કામોની સમીક્ષા કરી હતી. સાથે જ સંબંધિત અધિકારી-પદાધિકારીઓને માર્ગદર્શન તેમજ પ્રજાલક્ષી કાર્યો સમય મર્યાદામાં પુરા કરવા પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ૧૦૦ દિવસ એક્શન પ્લાન હેઠળ પીએમ સ્વનિધિ યોજના, રખડતા ઢોરની સમસ્યા, ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલ રસ્તાઓના સમારકામ અંગેની કામગીરી, પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા અને નળ સે જલ, નવી ટી.પી. સ્કીમોનો આયોજન, સેલ્ટર હોમની કામગીરી, સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંગે ૧૪માં નાણાપંચ યોજના અન્વયે વિકાસકામો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના કામો, શહેરની આગવી ઓળખ જેવા કે, નરસિંહ મહેતા ચોરો, સરદાર દરવાજા, મજેવડી દરવાજા, વેરા વસુલાતની કામગીરી, જોષીપુરા બ્રીજ સહિતના મુદ્દે મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ મ્યુ.કમિશનશ્રી તન્ના, ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુભાઇ પંડ્યા, સ્ટેડીંગ કમીટીના ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશિયા, નટુભાઇ પટોળિયા, નાયબ કમિશનરશ્રી લીખિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.