શહેરી વિકાસ ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે હેરીટેજ બિલ્ડીંગ સરદારગેટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

શહેરી વિકાસ ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે હેરીટેજ બિલ્ડીંગ સરદારગેટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : શહેરી વિકાસ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે જૂનાગઢ મનપા દ્વારા રૂપિયા ૪.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેવલોપમેન્ટ ઓફ હેરીટેજ બિલ્ડીંગ સરદાર ગેટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
શહેરની આગવી ઓળખ સમાન રેલવે સ્ટેશન ચોક સામે સરદાર પટેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ સરદાર પટેલ ગેઇટનો જીર્ણોધાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ જે હેરીટેજ મિલકતો છે તેનો રિનોવેશન કરી જાળવણીનું કામ કરવામાં આવી રહયું છે. જેથી આવનારી પેઢી તે જોઇ શકે. ઇતિહાસ વાંચી શકે.
આ તકે મંત્રીશ્રી એ સરદાર ગેટના રેનોવેશન, ઈતિહાસ સહિતની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ પ્રસંગે મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશીયા,જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરશ્રી તન્ના,શ્રી પુનીતભાઈ શર્મા,શ્રી સંજયભાઈ કોરડીયા,શ્રી શશીકાંતભાઈ ભીમાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.