શહેરી વિકાસ ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા ના હસ્તે રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયો મિથેનેશન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

શહેરી વિકાસ ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા ના હસ્તે રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયો મિથેનેશન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ શહેરમાંથી દરરોજ એકત્રિત થતા ભીના કચરા પૈકી ૧૫ ટન ભીના કચરાનો નિકાલ થશે
જૂનાગઢ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા ના હસ્તે જૂનાગઢ મનપા દ્વારા રૂપિયા ૪.૬૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ બાયોમિથેનશન પ્લાન્ટ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા બાયોમિથેનશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રૂા.૪.૬૯ કરોડના ખર્ચે વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલ ગ્રાન્ટના માધ્યમથી રાજ્યમાં જૂનાગઢે પહેલ કરી છે. આ પ્લાન્ટમાંથી કાર્બન કેરીટ જે મળવાની છે જેથી વાર્ષિક ૨૦ લાખ જેટલી આવક થશે અને જે ખાતર છે તેને ખેડૂતો ઉપયોગમાં લઇ શકશે. આ પ્લાન્ટ રાજ્ય અને દેશને રાહ ચિંધનારો બનશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૫ મેટ્રીક ટન ક્ષમતાના બાયોમિથેનેશન પ્લાન્ટ અન્વયે જૂનાગઢ શહેરમાંથી દરરોજ એકત્રિત થતા ભીના કચરાના નિકાલ કરવા તથા બાયપ્રોડકટ સ્વરૂપે દૈનિક ૦.૫ ટન બાયો સીએનજી તથા દૈનિક ૧ ટન ઉચ્ચ કક્ષાનું ખાતર ઉત્પાદન રૂપે મળનાર છે. આ પ્લાન્ટ થી જૂનાગઢ શહેરમાંથી દરરોજ એકત્રિત થતા બાયપ્રોડકટ સ્વરૂપે દૈનિક ૦.૫ ટન બાયોસીએનજી તથા દૈનિક ૧ થી ૧.૫ ટન ઉચ્ચ કક્ષાનું ખાતર ઉત્પાદનરૂપે મળશે.
આ પ્રસંગે મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશીયા,જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરશ્રી તન્ના,શ્રી સંજયભાઈ કોરડીયા,શ્રી શશીકાંતભાઈ ભીમાણી,મહેન્દ્રભાઈ મશરૂ,શ્રી જીવાભાઈ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.