સુઇગામ-વાવ હાઇવે પર ભારતી ખાદ્ય નિગમનો ઘઉંનો જથ્થો ભરેલ ટ્રેઈલર પલટયું

સુઇગામ-વાવ હાઇવે પર ભારતી ખાદ્ય નિગમનો ઘઉંનો જથ્થો ભરેલ ટ્રેઈલર પલટયું
Spread the love

સુઇગામ-વાવ હાઇવે પર ભારતી ખાદ્ય નિગમનો ઘઉંનો જથ્થો ભરેલ ટ્રેઈલર પલટયું.

રાજસ્થાનથી કંડલા તરફ જતું ટ્રેઈલર ભાટવર પાસે ગાય વચ્ચે આવતાં પલટી ખાઈ ગયું.

આજે બુધવારની વહેલી સવારે રાજસ્થાન તરફથી ભારતી ખાદ્ય નિગમનું સરકારી અનાજ ઘઉંનો જથ્થો ભરીને RJ 07 GD 1966 નંબરનું ટ્રેઈલર રાજસ્થાન તફરથી કંડલા તરફ જઈ રહ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઇગામ હાઇવે ઉપર ભાટવર ગામ નજીક હાઈવે-રોડ વચ્ચે ગાય આવી જતાં ગાયને બચાવવા માટે ડ્રાઈવરે ઓચિંતી બ્રેક મારતાં ટ્રેઈલરના ટાયર ફાટી જતા ટ્રેઈલર ની બોડી-કેબીન મુખ્ય ચક્ર-હુક માંથી ટ્રોલી અલગ થઈને ટ્રેઈલરની જથ્થો ભરેલી ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી.
જોકે સદ્-નસીબે ગાય પણ બચી ગઈ હતી અને ડ્રાંઈવર-કંડકટર કે અન્ય કોઈ પસાર થતા વાહનને પણ કોઈ જાતનું નુકશાન થયું ના હતું.

રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેઇલર વાવ ના ભાટવર ગામ પાસે બુધવારની વહેલી સવારે ગાય ને બચાવવા જતા પલટી ખાઈ ગયું હતું સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ ન હતી રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેઇલર RJ 07 GD 1966 નંબર નું સરકારી અનાજ ભારતી ખાદ્ય નિગમ નો ઘઉંનો જથ્થો ભરીને રાજસ્થાન તરફથી કંડલા જઈ રહ્યું હતું, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામ નજીક વહેલી સવારે અચાનક રસ્તામાં ગાય આવી જતા ગાયને બચાવવા ડ્રાઈવર દ્રારા ગાડીની અચાનક બ્રેક મારવામાં આવતાં, ટ્રેઈલરના પાછળના ભાગના બે ટાયર ફૂટી જતા ટ્રેઇલરની માલ ભરેલ ટ્રોલી બૉડી-કેબિનના મુખ્ય ચક્ર-હુકના ભાગમાંથી છૂટી પડીને પલટી મારી ગયું હતું, જેના કારણે ટ્રેઈલર માં ભરેલ ભારતી ખાદ્ય નિગમનો ઘઉં જથ્થો હાઇવે-રોડની સાઇટ ઉપર વેરવિખેર થઈ ગયો હતો.

રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા
સુઈગામ-બનાસકાંઠા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!