ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં ૭૫ સ્વૈચ્છિક સંસ્થા ઓનું અભિવાદન યોજાશે

ભાવનગર શિશુવિહાર ખાતે પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં ૭૫ સ્વૈચ્છિક સંસ્થા ઓનું અભિવાદન યોજાશે
Spread the love

ભાવનગર શિશુવિહાર પ્રાંગણમાં ૭૫ સ્વૈચ્છિક સંસ્થા ઓનું પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા માં અભિવાદન યોજાશે

ભાવનગર સુરાજ્યની પ્રતિતિ આપતી રાજયની ૭૫ સ્વૈચ્છિક સંસ્થાઓનું અભિવાદન લોકસેવક શ્રી માનભાઇ ભટ્ટની સ્મૃતિમાં સતત ૩૧ માં વરસે નાગરિક સન્માન સમારોહ આગામી તારીખ ૨૧ નવેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાશે સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય , બાળકેળવણી , પર્યાવરણજાગૃતિ , બાળ – મહિલા ઉત્કષ વિષયે સેવારત રાજ્યની ૭૫ સ્વૈચ્છિક સંસ્થાઓનું આદરણીય મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવશે . ૧૪ નવમ્બર ૨૦૧૧ પ્રતિકાર ભર્યા પુરુશાર્થથી પ્રભૃપ્રિત્યર્થે લોક સેવાના કાર્યમાં જોડાએલ અને ગુજરાતના મહાજન પણાને જાળવી રાખતી સંસ્થાઓને પુજય માનભાઇની સ્મૃતિમાં શિલ્ડ , ખેસ , પુસ્તક સંપુટ તથા તમામ સંસ્થાઓની કામગીરીને વ્યકત કરતા ગ્રંથથી સંન્માનિત કરવામા આવનાર છે . માનવ જયોત ટ્રસ્ટ , મુંબઇ તથા ચિત્રકૂટધામ ટ્રસ્ટ , તલગાજરડાના સહયોગથી યોજાતા કાર્યક્રમ પ્રસંગે આદરણીય મોરારિબાપુ ખાસ દીલ્હી – રામકથા પુર્ણ કરી રાજયભરમાથી પધારેલ સ્વૈછિક સંસ્થાઓના સંચાલકોને માર્ગદર્શન , આશિર્વચન આપશે.ઉપરાંત વિશ્વામિત્ર આંદોલનનાં પ્રણેતા પદ્મશ્રી , પર્યાવરણ વિજ્ઞાની ડૉ.એમ.એચ મહેતા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપશે . ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાગણમાં યોજાતા માનભાઇ ભટ્ટ સ્મૃતિ નાગરિક અભિવાદન સમારોહમાં પધારવા તથા પુજય બાપુ ના આશિર્વાદ પાપ્ત કરવા આમ નાગરિકોને બપોરે ૩ વાગે શિશુવિહાર પ્રાંગણમાં પધારવા હાર્દિક નિમંત્રણ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20211117_192745.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!