જૂનાગઢ પોલીસે ગિરનાર પરિક્રમામાં પોતાના પરિવાર થી વિખુટી પડી ગયેલ દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ પોલીસે ગિરનાર પરિક્રમામાં પોતાના પરિવાર થી વિખુટી પડી ગયેલ દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

જૂનાગઢ શહેરમા આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં ભવનાથ ખાતે યોજાયેલ ગિરનાર પરિક્રમા દરમિયાન ભવનાથ પોલીસને બોરદેવી ખાતેથી એક બાર વર્ષની ઉંમરનો દીકરી જેન્સી અનિલભાઈ તાળા પટેલ મળી આવેલ હતી. જેની પૂછપરછમાં પોતે લાલપુર તાલુકાના ખટિયા ગામના વતની છે અને પોતાની દાદી જોશનાબેન ચનાભાઈ તાળા સાથે પોતે પરિક્રમા કરવા આવ્યા હોવાની વાત કરેલ હતી. પરિક્રમા દરમિયાન પોતાની દાદીમા ધીમે ધીમે ચાલતા હોઈ, પોતે દાદી થી અલગ થઈ ગયેલ હતી. દરમિયાન પોતાની દાદીમાની તપાસ કરતા મલી આવેલ ના હતા, જે બોરદેવી બંદોબસ્ત મા રહેલી પોલીસના ધ્યાને આવતા અને દીકરી રડતી હોઈ, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતી…._

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, રાજુભાઇ, યુસુફભાઈ, નારણભાઇ, રામદેભાઈ, માલદેભાઈ, જ્યોતિબેન, મુકેશભાઈ, જૈતાભાઈ, સહિતના સ્ટાફ દ્વારા લાલપુર તાલુકાના ખટિયા ગામ ખાતે તપાસ કરાવતા, મળી આવેલ બાળકના માતા પિતા ચિંતામાં પડી ગયેલા અને સવારે પોતે લેવા આવતા હોવાની વિગતો જાણવા મળેલ હતી. ભવનાથ પોલીસની ખોયા પાયા ટીમ દ્વારા મળી આવેલ જેન્સી ગભરાયેલી હોઈ, શાંત્વના આપી, પોતાની દીકરીની જેમ રાખી, રાત્રી દરમિયાન જમવાની તથા રહેવાની પોલીસ સ્ટેશન ખાતે જ મહિલા પોલોસ કર્મચારીઓ જ્યોતિબેન અને ઉષાબેન દ્વારા પોતાની સાથે રાખી, ઉમદા કાર્ય કરેલ હતું. જેથી, *ભવનાથ પોલીસ દ્વારા મળી આવેલ દીકરી જેન્સીના પિતાને જાણ કરી, સાથે સાથે ભવનાથ પોલીસ સ્ટેશનની ખોયા પાયા ટીમ દ્વારા દીકરી જેન્સીના વિખુટા પડેલા દાદીમા જોશનાબેનને શોધવા બોરદેવીના નાકા ખાતે પૂછતાં રહેતા દાદીમા વહેલી સવારે મળી આવતા, પોલીસ સ્ટેશન ખાતે બોલાવી, મળી આવેલા દીકરીનાના દાદીને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, મળી આવેલ દીકરી જેન્સીને સોંપવામાં આવેલ. પોતાના મળી આવેલ દીકરીની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી…_

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભવનાથ ખાતેના ગિરનાર પરિક્રમા બાદ પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!