કડી સર્વ વિદ્યાલય ના ચેરમેન વલ્લભભાઈ પટેલનો શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક ફલક ઉપર ઓળખ ઊભી કરનાર કડીના પનોતાપુત્ર શ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબ (સરદારભાઈ) ને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા ‘ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન” (IRFC) માં ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર તરીકે નિમણુંક થઈ છે, ત્યારે શ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબનું સમસ્ત કડી નગર સેવા સંસ્થાન અને ગણેશ ગ્રુપ દ્વારા સી.એન. કોલેજના ઓડિટેરીયમ હોલ ખાતે શુભેચ્છા સન્માન સમારોહનું આયોજન મહેસાણા ડીસ્ટ્રીક બેંકના ચેરમેનશ્રી વિનોદભાઈ પટેલ અને શ્રી બંસીભાઈ ખમારની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. ભવ્ય શુભેચ્છા સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં કડીના મિત્ર મંડળો, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ અને વહેપારી એસોશીએશનો દ્વારા બુકે અને શાલ ઓઢાડી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.