રાજ્યના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સની તાલીમ યોજાશે

રાજ્યના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સની તાલીમ યોજાશે
જૂનાગઢ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર સુધી સંપૂર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે. જેમાં રાજ્યના ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ એડવેન્ચર કોર્સની તાલીમ ૭ દિવસની રહેશે.
આ તાલીમ કોર્સમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ facebook SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત ફોર્મ જરૂરી પુરાવા સાથે તા.૬ ડિસેમ્બર સુધીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે તેમ પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ એ જણાવ્યું છે.