કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે ! ધારાસભ્ય ઠુંમર
કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે !
પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર બંધ
કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/અરાજકતાવાદી/આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી સતત બદનામ કર્યા હતા. આંદોલન સ્થળોએ સત્તાપક્ષે ગુંડાઓ મોકલ્યા/કિસાનોને હિંસા માટે ઉશ્કેરવામાં આવ્યા/ મહિલાઓના ટોઈલેટ છીનવી લીધાં/ ટેન્ટ ઉખાડી નાંખ્યાં/ રસ્તાઓ ઉપર ખીલાઓ ખોડ્યા-બેરિકેડની હારમાળા ઊભી કરી/ 700થી વધુ કિસાનો શહીદ થઈ ગયા/ કિસાન નેતાઓનું ચરિત્ર હનન કર્યું; આખરે અન્નદાતાઓ ઉપર જુલમ ગુજારવાથી વડાપ્રધાનને શું મળ્યું? દુખની બાબત એ છે કે વડાપ્રધાનને એક વરસે સમજ આવી છે કે કોર્પોરેટ મિત્રોથી ઉપર લોકતંત્ર છે ! કિસાન આંદોલનકારીઓની બીજી મહત્વની માંગણી ‘MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસ’ની ‘કાનૂની ગેરંટી’ની છે; તે માંગ પણ સ્વીકાર્યા વિના છૂટકો નથી ! લાઠી બાબરા ધારાસભ્ય
આ વિજય માત્ર દેશના કિસાનોનો નથી. પરંતુ શ્રમિકોનો/દલિતો/લધુમતીઓનો/સ્વતંત્ર પત્રકારો/બંધારણીય મૂલ્યોનો/અહિંસક લડતનો વિજય છે. આ વિજય, અહંકારી/ક્રૂર/સીલેક્ટેડ કોર્પોરેટ મિત્રોની સરકાર સામે દેશના લોકોનો છે. સવાલ એ છે કે એક વરસથી ગોદી મીડિયા ત્રણ કૃષિ કાનૂનોના ફાયદા ગણાવતા થાકતું નહતું; હવે તેમનું મોં કઈ રીતે ખૂલશે? શ્રી ઠુંમર ધારાસભ્ય
કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે ! 15 ઓગષ્ટ 1947ના રોજ મળેલ આઝાદી અને 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકારી, 26 જાન્યુઆરી, 1950ના દિવસે તેને અમલમાં મૂક્યું હતું; તેની આ જીત છે !
જય સંવિધાન……
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા