ગીર સોમનાથ જીલ્લા યુવા પાંખના પ્રમુખ પદે હર્ષદભાઈ જોશી ની વરણી

ગીર સોમનાથ જીલ્લા યુવા પાંખના પ્રમુખ પદે હર્ષદભાઈ જોશી ની વરણી..
સુત્રાપાડા બ્રહ્મસમાજ વાડીમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.તેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તુષારભાઇ પંડ્યા ,પૂર્વ પ્રમુખ મિલનભાઈ જોશી તથા ઉપપ્રમુખ ધીરુભાઈ આચાર્ય સુત્રાપાડા બ્રહ્મ સમાજ પ્રમુખ રાજેશ ભાઈ પાઠક પુર્વ પ્રમુખ વિનુભાઇ આચાર્ય માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સુત્રાપાડા તાલુકાનાં તથા શહેર યુવા પાંખના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહ મંત્રી નીમવામાં આવ્યા સર્વ સંમતિથી ગીર સોમનાથ યુવા પાંખના પ્રમુખ પદે હર્ષદભાઈ જોશી સુત્રાપાડા ઉપપ્રમુખ પ્રિતેશ જી પુરોહિત પ્રશ્ર્નાવડા અને મહામંત્રી નકુલ ભાઈ જોશી પ્રાચી સુત્રાપાડા તાલુકામાં પ્રમુખ પદે જયેશભાઈ સ્માર્ટ સુત્રાપાડા ઊપ પ્રમુખ સંદીપ ભાઈ પરોહીત પ્રશ્ર્નાવડા મહામંત્રી અજય ભાઈ જાની પ્રાચી અને સુત્રાપાડા શહેર પ્રમુખ તરીકે નિમેષ ભાઈ પંડીયા ઊપ પ્રમુખ પદે કેવલ ભાઈ મથર અને મહામંત્રી તરીકે અક્ષય ભાઈ જાની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી
તેમજ કાર્યક્રમનું સંચાલન પરેશ ભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલું..
રિપોર્ટ : શૈલેષ વાળા ગીર સોમનાથ