તલોદ પોલીસે છત્રીસા ગામે ડુપ્લિકેટ દારૂ બનાવવાનુ કૌભાંડ ઝડપી મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યા

તલોદ પોલીસે છત્રીસા ગામે ડુપ્લિકેટ દારૂ બનાવવાનુ કૌભાંડ ઝડપી મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યા
Spread the love

તલોદ પોલીસે છત્રીસા ગામે ડુપ્લિકેટ દારૂ બનાવવાનુ કૌભાંડ ઝડપી પાડી 4,75,910 રૂ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યા

ગુજરાત રાજ્યના માન.ડી.જી.પી. તરફથી પ્રોહી ડ્રાઇવા આપવામાં આવેલ છે જે અન્વયે ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગૂજર
તથા હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સકૅલ પોલીસ ઇન્સ્પેક્ટર
પી.એન.ગામેતી ની સુચના
અન્વયે પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચન કરેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.રાઠોડ,
તથા પોલીસ સ્ટાફ ની ટીમ
તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી
બાતમી હકિકત મળેલ કે, છત્રીસા ગામના રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ તથા તેઓનો દિકરો
જયદીપસિંહ રણજીતસિંહ ચૌહાણ નામના ઇસમો પોતાના ઘરે બનાવટી ભારતીય બનાવટનો દારૂ બનાવવાનો સામાન લાવી ચોરી છુપીથી બનાવટી દારૂની બોટલો બનાવી તેને ઓરીજીનલ
ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હોવાનું જણાવી વેચાણ કરે છે તેવી હકીકત આધારે
આરોપીઓના ઘરે પ્રોહી રેઇડ કરતાં બનાવટી ઓફીસર્સ ચોઇસ ક્લાસીક વ્હિસ્કીની બોટલ નંગ પપ૨ કિ.રૂ.૨,૫૧,૧૬૦ તથા બનાવટી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળી કુલ
કિ.રૂ.૪,૭૫,૯૧૦ ના મુદ્દામાલ સાથે રણજીતસિંહ દીપસિંહ ચૌહાણ તથા જયદીપસિંહ
રણજીતસિંહ ચૌહાણ બંને રહે.છત્રીસા, નવા વાસ તા.તલોદ જી.સાબરકાંઠા ને ઝડપી પાડી
તલોદ ખાતે ઇ.પી.કો. ક.૧૨૦બી,
૪૭૪,૪૭૬,૪૮૩,૪૮૯,૪૨૬,૨૭૨,૧૧૯ તથા પ્રોહી એક્ટ ક.૬૫એઇડી, ૬૭(૧)(એ),૮૧,
૮૩,૯૭(સી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20211124-WA0192-2.jpg IMG-20211124-WA0194-1.jpg IMG-20211124-WA0191-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!