આદિપુર મઘ્યે દાદા ટી. એલ. વાસવાણી ના જન્મદિવસની ઉજવણી કરાઈ

આદિપુર મઘ્યે દાદા ટી. એલ. વાસવાણી ના જન્મદિવસની ઉજવણી કરાઈ.
દાદાના 25 નવેમ્બરના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે તરીકે ઉજવવામાં આવે છે .
આદિપુરના સાધુ વાસવાણી કુંજ મઘ્યે દાદા ટી. એલ. વાસવાની ના જન્મદિવસની ઉજવણી વિવિઘ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે ની ઉજવણી પણ કરવામાં આવી હતી .
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય દ્રારા ભારતી નાનકાણી , સંગીતા ગુરનાની, રુકમણી જ્ઞાનચંદાણી, એસ .આર. સી .ના ડાયરેક્ટર સુરેશ નિહાલાંની, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, પ્રકાશ રામચંદાની , મનીષ ભાટીયા, મોહન ઉદાસી , વાસુ ભંભાણી, નરેન્દ્ર લખવાની તેમજ રાજુ ઉદાસીએ કર્યો હતો. દાદા વાસવાણીના જન્મદિવસ નિમિત્તે ફેન્સી ડ્રેસ સ્પર્ધા તેમજ સિંધી નૃત્ય નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપમાં સિંધી સમાજ ના પણ અનેક મકાનો પડી ગયા હતા જેમને પુન: વસાવવા સાધુ વાસવાણી કુંજ નામની કોલોનીનું દાદા એ નિર્માણ કાર્ય કરાવી ૨૪૪ જેટલા મકાનો સમાજને અર્પણ કર્યા હતા . છેલ્લાં ૨૦ વર્ષથી દર વર્ષે સાધુ વાસવાણી કુંજ કોલોનીમાં ૨૫ નવેમ્બરે આ ઉજવવાની કરવામા આવે છે અને દાદા વાસવાણી ને યાદ કરવામાં આવે છે .આ કાર્યક્રમનું આયોજન સાધુ વાસવાણી કુંજ ના પ્રમુખ મનોહર ગોપલાની, સુરેશ ભાગ્યા, ગોરધન મુલચંદ , રમેશ અજબાની, પૂનમ વાસવાણી, રામ તોલાણી, દિલીપ આડવાણી, વિક્રમ ભાટીયા, મનીષા જ્ઞાનચંદાણી, કવિતા રામચંદાની તેમજ અન્ય આગેવાનોએ કર્યું હતું .
કાર્યક્રમનું સંચાલન દીપા પંજાબી અને આભાર વિધિ મુલચંદ રામચંદાનીએ કર્યુ હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.