ડભોઇ ખાતે વિવિધ બેંકો દ્વારા નાના વેપારીઓ તથા ફેરિયાઓ ને પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન આપવામાં આવી

ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓને રૂપિયા 10,000 અને 20000 ની લોન આપવાની પીએમ સ્વનિધિ યોજના સરકાર શ્રી દ્વારા અમલમાં મુકેલ છે જેમાં સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ ડભોઇ નગરની વિવિધ બેંકો દ્વારા સરકાર ની ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરી લોન માટે અરજી કરનાર નાના ધંધાર્થીઓ તેમજ ફેરિયાઓને લોન આપવામાં આવેલ છે.આ કામગીરી માટે ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા બેન્ક વાઇઝ નોડલ અધિકારીની નિમણુંક કરી બેંકોના સંકલનમાં રહી કર્મચારીઓ તથા બેન્ક સ્ટાફ દ્વારા ખુબ ઉત્સાહ સાથે લાભાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન આપી સરકારશ્રી ની યોજનાનો લાભ દરેક નાના ધંધાર્થીઓ તેમજ ફેરિયાઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.અને આવનારા સમય માં વધુ માં વધુ લોકો સરકાર ની યોજના નો લાભ લે તે માટે નગરપાલિકા તેમજ બેંકો દ્વારા લાભાર્થીઓ ને જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવશે નું જણાવ્યું હતું.