ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત રમેશ પારેખના જન્મદિને કવિસંમેલન

ગુજરાત સાહિત્ય અકાદમી અને ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટ આયોજિત તા, ૨૭, નવેમ્બર ૨૦૨૧ના રોજ સાંજે ૬.૦૦ કલાકે નવજીવન ટ્રસ્ટ, આશ્રમ રોડ ખાતે સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખના જન્મદિન નિમિત્તે કવિસંમેલન યોજાશે. જેમાં હિતેન આનંદપરા, અનિલ ચાવડા, કિશોર જિકાદરા, સુનિલ શાહ, સુરેશ ઝવેરી અને હર્ષવી પટેલ કાવ્યપાઠ કરશે. કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામી અને સંકલન ડૉ. જયેન્દ્રસિંહ જાદવ કરશે.
રમેશ પારેખની રચનાની તરન્નુમ પ્રસ્તુતિ ગાયક જન્મેજય વૈદ્ય અને ‘છ અક્ષરનું નામ’ વિશે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વાત કરશે. પુસ્તકમેળા અંતર્ગત કાર્યક્રમના સ્થળ પર આખો દિવસ રમેશ પારેખના પુસ્તકોનું પ્રદર્શન થશે. આ કાર્યક્રમમાં પધારવા કાવ્યરસિકોને જાહેર નિમંત્રણ છે.
રિપોર્ટ : હરેશ જોશી
કુંઢેલી