વિસાવદર : એન.સી. ડી. વિભાગ દ્રારા નિરામય ગુજરાત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વિસાવદર : એન.સી. ડી. વિભાગ દ્રારા નિરામય ગુજરાત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વિસાવદર રે.હો. અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એન.સી. ડી. વિભાગ દ્રારા નિરામય ગુજરાત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું”
આજરોજ તા. ૨૫-૧૧-૨૦૨૧ ને શુક્રવાર રોજ વિસાવદર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ના એન.સી.ડી. વિભાગ દ્વારા નિરામય ગુજરાત (એન.સી. ડી. દિવસ) કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોકટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ તેમજ એન.સી. ડી વીભાગ ના સ્ટાફ દ્રારા આ કેમ્પ માં ફરજ પર હાજર રહીને મધુપ્રમેહ (ડાયાબિટીસ),લોહી નું ઊંચુ દબાણ (હાઇપરટેન્શન), મોંઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કીડની બીમારી, પાંડુરોગ (એનીમિયા), કેલ્શીયમની ઊણપ, અને અન્ય બીમારીઓના લાભાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ અને તેમના પરિવારનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ અને તેમના પરિવારે લાભ લીધેલ હતો. તેમજ સાથે બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ પણ લાભ લીધેલ હતો.
આ કેમ્પને સફળ બનાવવા રે.હો. અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વિસાવદર ના તમામ સ્ટાફ તેમજ એન.સી. ડી વિભાગના તમામ સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી
રિપોર્ટ હરેશ મહેતા