વિસાવદર આર્ય સમાજ ખાતે રાજકીય અગ્રણી ની હાજરીમા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયેલ

વિસાવદર આર્ય સમાજ ખાતે રાજકીય અગ્રણી ની હાજરીમા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયેલ
વિના મુલ્યે નેત્રયજ્ઞ ” વિસાવદર આર્ય સમાજ તથા રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ આયોજિત વિનામૂલ્યે નેત્રયજ્ઞ નું દીપ પ્રાગટ્ય કરતા શ્રી કૃષ્ણ ગૌશાળા ના સંચાલક અમિતભાઈ હિરપરા , કિશોરભાઈ સાગઠીયા , કાલસારી ગૌ શાળાના સંચાલક રાજેશભાઈ સૉની , વિસાવદર શહેર યુવા અગ્રણી શમિરભાઈ
સૈયાગોર , હીરેનભાઇ કોટક, કેતુલભાઈ કાનાબાર,બી.આર. બાબરીયા હાજર રહેલા તેમજ વિશેષ ઉપસ્થિત જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી એ કહ્યું કે આરોગ્યલક્ષી કાળજી રાખીને આપણે આપણું તન મનને તંદુરસ્ત રાખવા માટે વિનામૂલ્યે યોજાતા કેમ્પ નૉ લાભ લઈને સ્વસ્થ રહેવું જોઈએ હાલ મોતિયા ના ઓપરેશન નો સરેરાશ ખર્ચ 15 થી 20 હજાર રૂપિયા થાય છે તે આવી સામાજિક સંસ્થા વીસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે મૉતીયા ના ઓપરેશન માં દર્દીને લઇ જવા મૂકી જવાના રહેવું જમવું કાળા ચશ્મા તથા ઑપરૅશન પછી ની કાળજી માટે દવા ની સેવા કરે છે તે ખરેખર પ્રશંસનીય છે ,તેમજ સરકારશ્રી તથા જીલ્લા પંચાયત ના સ્તરૅ અમારા લાયક સેવા હોય તો અમને અવશ્ય શુભ કાર્યમાં સાથે રાખશો અને સાથે રહીશું તેવી ખાત્રી આપેલ હતી તેમની સાથે વાજડી થી નરેન્દ્ર ભાઈ પણ ઉપસ્થિત રહેલ આ કેમ્પમાં વિસાવદર કૃષ્ણ ગૌશાળા ના સંચાલક અમિતભાઈ હિરપરાએ કહ્યું કે વર્તમાન સમયમાં ગૌ સેવા અને ગૌ પાલન ઘટતું જાય છે તે ઘણું જ દુઃખદ છે ઈકૉ શીસ્ટમ માટે જળ , જીવ , ઝાડ નું જતન કરીએ અને ગોપાલન ને પ્રોત્સાહન આપવું જોઇએ તેવી મનનિય વાત કરેલ હતી ઉપરોક્ત કેમ્પમાં કુલ 148 દર્દીઓની ઓપીડી થયેલ અને 58 દર્દીઓને તે મોતિયાના ઓપરેશન થયેલ આ કેમ્પને સફળ બનાવવા માટે જીતૂપરી ( ભોલેનાથ બાપુ ) જેરામભાઈ સંઘાણી પ્રેમપરા બીઆર બાબરીયા, મણીભાઈ રીબડીયા , મુકેશભાઈ લાખાણી રતાંગ, તેમજ હાર્દિકભાઈ વીઠલાણી ઍ જહૅમત ઊઠાવૅલ હતી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલના તજજ્ઞ પ્રવીણભાઈ રાઠોડે સાહેબે સેવા આપેલ હતી સમગ્ર કૅમ્પ નું સફળ સંચાલન આર્ય સમાજ પ્રમુખ સુધીરભાઇ ચૌહાણે કરૅલ હતું
રિપોર્ટ હરેશ મહેતા