જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ
તાજેતરમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા ખાતે જી.સી.ઈ.આર.ટી.
ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા જિલ્લાકક્ષાનો પ્રાથમિક કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ ભારે દબદબાભેર સંપન્ન થયો. આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અન્વયે યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ ચાર વિભાગમાં નિબંધ, ચિત્ર, વક્તૃત્વ અને કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થીએ અહીં જિલ્લા કક્ષાએ પોતાની કલા શક્તિનું પ્રદર્શન કરવાનું હોય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ.પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિતેશભાઈ દવે, સી.લે ઉમેશ ચૌહાણ, સી. લે બી એમ સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સી લે બી એમ સોલંકી, ઉમેશભાઈ ચૌહાણ, મહેન્દ્રકુમાર પરમાર વીનું બામણિયા, પ્રવીણ ખાંટ, જયેશ પ્રજાપતિ, એલ એસ સુતરીયા, બી એમ સોલંકી, નરેશભાઈ પટેલ, કે એસ પટેલ, રાકેશભાઈ પટેલ, એન પી ધાનાણી, એમ એ સુખી સહિત તજજ્ઞશ્રીઓ દ્વારા ચારેય વિભાગમાં સુંદર કામગીરી કરેલ હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જિલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં જે વિધાર્થીએ પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં એક થી ત્રણ નંબરે આવેલ કલાકારને રોકડ પુરસ્કાર ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષક જિલ્લા સંઘના પ્રમુખ દીનેશભાઈ પંડ્યા સહિત શિક્ષકો અને બાળ બાળકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ હાજર રહ્યા હતા. આજે રોજ સંવિધાન દિવસ હોય તેની પણ ઉજવણી કરવામાં આવી હતી .આ કાર્યકમમાં સંકલન અને આયોજન બાબતે
ડાયટના સી લે શ્રી ઉમેશભાઈ ચૌહાણ સહિત ડાયલ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા- પંચમહાલની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.