વેરાવળ ખાતે ભારતનાં બંધારણના નિર્માણને ૭૨ વર્ષ પૂર્ણ થતા સંવિધાન યાત્રા યોજાઈ

વેરાવળ ખાતે ભારતનાં બંધારણના નિર્માણને ૭૨ વર્ષ પૂર્ણ થતા સંવિધાન યાત્રા યોજાઈ
આ સંવિધાન યાત્રા માં ન્યાય અને સહકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર પણ હાજર રહ્યા
આજે ભારત દેશમાં બંધારણના નિર્માણને ૭૨ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્યસરકારના ન્યાય અને સહકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે વેરાવળ ખાતે સંવિધાન યાત્રાની શરૂઆત કરાવી હતી. ટાવરચોક ખાતે આંબેડકર પાર્ક નજીક સ્વ.ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાના ફુલહાર સાથે હારતોરા અને પુષ્પાંજલિ કર્યા બાદ વિશેષ રૂપે બનાવાયેલ સંવિધાન રથ પર પુષ્પવૃષ્ટિ કરીને સંવિધાન યાત્રાની શરૂઆત કરાઈ હતી જેમાં બોહળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં અનેક સ્થળોએ રેલીનું સ્વાગત કરાયું હતું. તેમજ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે રેલીનું સમાપન કરાયું હતું.
આ તકે મંત્રીશ્રીએ બાબાસાહેબ આંબેડકર દ્વારા છેવાડાના અને અસ્પૃશ્યતા નો ભોગ બનેલા લોકોના ઉત્થાન માટે કરેલ જોગવાઈઓ અને દેશના સુચારુ વહીવટ માટે નિર્માણ કરેલ બંધારણ ની મહત્વતા વિશે જણાવ્યું હતું. સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ બંધારણને ભારત ના પ્રાણ સમાન ગણાવ્યું હતું અને બંધારણની રચનામાં બાબાસાહેબ આંબેડકર ની કુશળતાને યાદ કરી હતી. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમારે પણ બાબાસાહેબ આંબેડકરને અટલબિહારી વાજપેયી સરકાર દ્વારા અપાયેલ ભારતરત્ન વિશે ઉલ્લેખ કરીને બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ તકે પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરીચા, શ્રી રાજશીભાઈ જોટવા, શ્રી ગોવિંદભાઇ પરમાર સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : પરાગ સંગતાણી,
વેરાવળ