ઝઘડીયાના કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પેહલા ગુમ થયેલા ૬૨ વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ઝઘડીયાના કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પેહલા ગુમ થયેલા ૬૨ વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળ્યો.
ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે રહેતા ૬૨ વર્ષીય ચંદુભાઈ માધવભાઇ વસાવા નાઓ તા ૨૫.૧૧.૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર ક્યાંક જતા રહયા હતા. પરિવાર જનોએ તેમની શોધખોળ આદરી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજરોજ પોલીસને માહિતી મળી હતી કે કોઈ અજાણ્યા વૃદ્ધ ની લાશ કુંવરપરા ગામની સીમમાં નહેરવાળી ઘરેળ વિસ્તારમાં મરણ ગયેલ હાલતમાં મળી આવી છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે લાશ ગતરોજ ખારીયા ગામના ચંદુભાઈ ની હોઈ શકે છે ! પરિવાર જનો સાથે સંપર્ક થતાં જાણવા મળ્યું કે તે લાશ ચંપકભાઈ ની જ છે. પરિવાર જનો તથા પોલીસે આપેલ માહીતી મુજબ તેઓને આંખે ઓછું દેખાવાના કારણે ખેતરના શેઢા ઉપર ચડવા જતા પડી જતાં તેમને ડાબી આંખની પાંપણની ઉપર કંઇક વાગી જતાં લોહી વધારે નિકળી જવાના કારણે તેમ નું મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે સાવીત્રીબેન મહેન્દ્રભાઈ વસાવા એ આ ઝઘડિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા