ગામ પંચાયત ચૂંટણી અનુલક્ષીને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક

ગામ પંચાયત ચૂંટણી અનુલક્ષીને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક
Spread the love

ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ

બનાસકાંઠા જિલ્લામાં ૫૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને
૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં કુલ-૧૪.૫૦ લાખ મતદારો મતદાન કરશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજય ચૂંટણી પંચ દ્વારા તા.૨૨ નવેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૫૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧, રવિવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે ત્યારે કોઇપણ અધિકારી કે કર્મચારીની તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૧ સુધી રજા મંજુર કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ૫૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૬૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં કુલ- ૧૪.૫૦ લાખ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સહિતની વ્યવસ્થાનું માઇક્રોપ્લા નીંગ કરી સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા ગોઠવવા પર ભાર મુક્યો હતો. તેમણે નોડલ અધિકારીઓને જણાવ્યું કે, જે પણ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જે જવાબદારી સોંપવામાં આવી છે તે પ્રમાણેની તમામ કામગીરી ચોક્કસ આયોજન સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ અંતર્ગત સ્વીપની કામગીરી અને કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરવા તેમણે આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.એમ.પંડ્યા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેતા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલ, નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મુકેશ ચાવડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ
અ.નં. વિગત તારીખ
૧ ચૂંટણીની જાહેરાતની તારીખ ૨૨-૧૧-૨૦૨૧
૨ ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૯-૧૧-૨૦૨૧
૩ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૦૪-૧૨-૨૦૨૧
૪ ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તારીખ ૦૬-૧૨-૨૦૨૧
૫ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૦૭-૧૨-૨૦૨૧
૬ મતદાનની તારીખ તથા સમય ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી
૭ પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) ૨૦-૧૨-૨૦૨૧
૮ મતગણતરીની તારીખ ૨૧-૧૨-૨૦૨૧
૯ ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ

રિપોટૅ :જનકસિહ વાઘેલા (થરાદ)

FB_IMG_1637981814739.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!