કડી રજીવનગરમા એક મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું

કડી રજીવનગરમા એક મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યું
કડી-થોળ રોડ પર આવેલ રાજીનગર ના દશામાના પરામાં એક મકાનને ચોરોઅે નીસાન બનાવ્યું હતું અને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયાં હતાં ચોરીના બનાવની જાણ થતા રાજીવનગર વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો
કડીના થોળ રોડ પર આવેલા રાજીવનગર ના દશામાના પરામાં રહેતા માળી નારણભાઇ રૂપાભાઈ માળી નો પરિવાર પોતાના નીચેના રૂમમાં શુઈ રહ્યો હતો તે સમય દરમિયાન રાત્રિના ના સમયે તસ્કરો અે મોબાઇલ,રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી ફરાર થઈ જતા માળી નારણભાઇ દ્વારા કડી પોલીસને જાણ કરતાં કડી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી કડી પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા માત્ર જાણવાજોગ ફરિયાદ લઈ લેઇ સંતોષ માનવામાં આવ્યો હતો આસપાસમાં રહેતા લોકો દ્વારા શિયાળાના સમયમાં રાત્રીના બનાવ બનતા કડી પોલીસ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
કડીના થોળ રોડ ઉપર આવેલ રાજીવનગરમા રહેતા નારણભાઇ રૂપાભાઈ માળીએ જણાવ્યું હતું કે પોતાનો પરિવાર નીચે ઘરની અંદર શુક્રવારે રાત્રિના સમયે સૂઈ રહ્યો હતો તે સમયે પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને સવારે ઊઠીને જોયું તો ઘરની તિજોરી ખુલ્લી હોવાનું જણાવ્યું હતું તિજોરીના અંદર પડેલ રોકડ રકમ 60000, સોનાના 2 દોરા,ચાંદીના કલડા, ચાંદીની શેરો,સોનાની બુટ્ટી અને મોબાઈલ ફોન ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું નારણભાઇ માળીએ સમગ્ર ઘટનાની કડી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી