કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરતી અમરેલી નગર સેવા સદન.

કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરતી અમરેલી નગર સેવા સદન.
Spread the love

કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરતી અમરેલી નગર સેવા સદન.

અમરેલી કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરતી અમરેલી નગર સેવા સદન.લીલ્લીછમ વેલી અમરવલ્લીના મૂર્ધન્ય કવિ રમેશ પારેખની ૮૧.મી જન્મજયંતી પર અમરેલી નગર સેવાસદન દ્વારા કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.કવિશ્રી રમેશ પારેખ જેમણે ગુજરાતી સાહિત્ય અને કવિતાના નકશામાં પૉતીકો રાજમાર્ગ નિર્માણ કરનાર કવિ ની જન્મભૂમિ અને સર્જનભૂમિ માં એમના નામના માર્ગ નું અનાવરણ પામે તો તેનાથી વધારે હરખ શું હોય.કવિ શ્રી રમેશ પારેખ એ અમરેલી નું ઘરેણું છે. તેઓ હંમેશ ગીત, ગઝલ કે ગદ્ય ના અલગ અલગ ઘાટના કોડીયે એકસરખું અજવાળું પેટાવતા રહ્યા અને સહજતા અને સ્થિરતાથી પ્રસરાવતા રહ્યા.
અમરેલી નગર સેવા સદન દ્વારા કવિતાનું ગૌરવ છેલ્લા શબ્દ અને છેલ્લા શ્વાસ સુધી જાળવી ને સર્જન કરનારા કવિ શ્રી રમેશ પારેખ માર્ગ નું અનાવરણ કરી ને સમગ્ર અમરેલી અને તેમના ચાહકો ને એક વિશેષ ભેટ આપી છે.અમરેલી નગર સેવા સદન ની આ અભૂતપૂર્વ પહેલ માટે કવિ શ્રી રમેશ પારેખ ના પરિવાર સહીત સમગ્ર અમરેલી ની કલા પ્રેમી જનતા અને
ર.પા. ના ચાહકો તરફથી અભિનંદન ની વર્ષા થઇ રહી છે.કવિ શ્રી ર.પા. માર્ગ અનાવરણ પ્રસંગે તેમના ધર્મપત્ની રસીલા બહેન અને પુત્રી નેહાબહેન સહીત સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે રહી અને કવિ શ્રી ર.પા. માર્ગ નું અનાવરણ કરવામાં આવ્યું હતું માર્ગ અનાવરણ ની સાથે જાણીતા ચિત્રકાર અશોકભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલું ર.પા. નું અદ્ભૂત ચિત્ર નિહાળી સૌ કોઈ એ પ્રસસન્તા વ્યક્ત કરી હતી. આ તકે કવિ જગત અને સાહિત્ય જગત ની જાણીતી પ્રતિભાઓ ઉપસ્થિત રહી હતી.
સાથે રાજુભાઈ કાબરીયા મહામંત્રી જિલ્લા ભાજપ. ભાવેશભાઈ સોઢા પ્રમુખ શહેર ભાજપ. તથા અમરેલી નગરસેવા સદન ના પ્રમુખ મનીષાબેન સંજય ભાઈ રામાણી ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મેહતા. કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા,
ટાઉન પ્લાનિંગ ચેરમેન, પિન્ટુભાઈ કુરૂદલે, કાળુભાઇ પાનસુરીયા, ચિરાગ ચાવડા, બિપિન લીંબાણી, મનીષભાઈ ધરજીયા. સહીત ના રમેશ પારેખ ના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ કોઈ ના ચેહરા પર ઉત્સાહ અને રાજીપો જોઈ શકાતો હતો. આ તકે કવિ શ્રી રમેશ પારેખ ના ધર્મપત્ની રસીલાબેન અને તેમના પુત્રી નેહાબહેન દ્વારા અમરેલી નગર સેવાસદન ની ટિમ ને અભિનંદન આપવામાં આવ્યા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દ્વારા પણ નગર સેવા સદન ની ટીમ ને અભિનંદન આપવાની સાથે ઉપસ્થિત સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અમરેલી નગર સેવા સદન ની ટીમ દ્વારા ખુબ જેહમત ઉઠાવવા માં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211128-WA0013.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!