લગ્નપ્રસંગોમાં ડીજે સંચાલકો બેફામ થઇને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે તેમની બેદરકારી સામે કડક ચેતવણી

દાહોદ જિલ્લાના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે એક સયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લામાં અત્યારે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગોનું આયોજન થઇ રહ્યું છે ત્યારે ડીજે સંચાલકો બિનજરૂરી ધ્વનિપ્રદૂષણ ન ફેલાવે અને ધ્વનિ નિયંત્રણ બાબતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરે. સરકારના ડીજે બાબતે નક્કી કરેલા નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લગ્નપ્રસંગોમાં ડીજે સંચાલકો બેફામ થઇને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે તેમની બેદરકારી સામે કડક ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં ડીજે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર નિયત ડેસીબલ અનુસાર જ વગાડી શકાય છે. આ નિયમોનું ઉલ્લઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )