એસીબીના લાંચકેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી નામંજૂર થઈ

એસીબીના લાંચકેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી નામંજૂર થઈ
આરોપીની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ
રાજપીપલા, તા 2
નર્મદા મા ચકચારી કેસમા એસીબીના લાંચકેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી નામંજૂર થઈછે
જે આરોપીની જામીન અરજી
સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધારીખેડા સીમમાં ફરિયાદીના માતૃશ્રી નું મરણ થવાથી તેઓનું નામ કમી કરવા માટે આરોપી નિમિષાબેન બી રાવતે રૂ.1000/-ની લાંચની માંગણી કરી હતી.જે ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીએ છટકાનું આયોજન કરેલ.જેમાં પંચની હાજરીમાં આરોપીએ લાંચની રકમની માંગણી કરી, સ્વીકારી અને તે રકમ તેઓ પાસેથી રિકવરી થતા ગુહો દાખલ થયેલ.જેમાં આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા ફરિયાદપક્ષે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની દલીલો ગ્રાહ રાખતા સેસન્સ જડ્જ એન પી ચૌધરીએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે …
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા